- 2015-16માં 1,000 પુરુષો પર 991 મહિલાઓની સંખ્યા હતી
- દેશમાં 2019-21માં 1000 બાળકો દીઠ 929 છોકરીઓ
- ગુજરાતમાં 1000 પુરુષોની સામે 965 મહિલાઓ
નવી દિલ્હી: ભારતમાં પહેલીવાર પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યામાં વધારો (number of females as compared to males) થયો છે. હવે દર 1 હજાર પુરુષોએ લગભગ 1,020 મહિલાઓ છે. આવું પહેલીવાર છે જ્યારે પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા (population of females compared to males in india) 1 હજારથી ઉપર પહોંચી છે. આ આંકડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (national family health survey-5)માં સામે આવ્યા છે. આ પહેલા 2015-16માં થયેલા NFHS-4માં આ આંકડા દર 1,000 પુરુષો પર 991 મહિલાઓનો હતો. આ સર્વેમાં સેક્સ રેશિયો (sex ratio in india)માં સુધારો જોવા મળ્યો છે. 2015-16માં 1000 બાળકો દીઠ 919 છોકરીઓ હતી, જે 2019-21માં સુધરીને 1000 બાળકો દીઠ 929 છોકરીઓ થઈ ગઈ છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ગુજરાત (gujarat)ની વાત કરવામાં આવે તો NFHS-5ના આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 1000 પુરુષોની સામે 965 મહિલાઓ (population of females compared to males in gujarat) છે. ગુજરાતના ગામડાઓમાં આ પ્રમાણ 991 છે, જ્યારે શહેરોમાં 929 છે. બાળકોની વાત કરવામાં આવે તો રાજ્યમાં 1000 છોકરાઓની સામે 955 છોકરીઓ છે.
ગામડાઓમાં સેક્સ રેશિયો વધ્યો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના ડેટા પર એક નજર કરીએ તો જાણવા મળે છે કે શહેરોની સરખામણીમાં ગામડાઓમાં સેક્સ રેશિયો (sex ratio in villages)માં ઘણો સુધારો થયો છે. ગામડાઓમાં દર 1000 પુરુષોએ 1,037 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં માત્ર 985 સ્ત્રીઓ છે. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 (national family health survey-4)માં પણ આ જ વાત સામે આવી છે. તે સર્વે મુજબ, ગામડાઓમાં 1000 પુરૂષો દીઠ 1,009 મહિલાઓ હતી અને શહેરોમાં આ આંકડો 956નો હતો.
23 રાજ્યોમાં 1 હજાર પુરુષોની સરખામણીએ મહિલાઓની વસ્તી 1 હજારથી વધારે
દેશના 23 રાજ્યો એવા છે જ્યાં મહિલાઓની વસ્તી પ્રતિ 1000 પુરૂષો કરતાં વધુ છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પ્રતિ 1000 પુરૂષોએ 1017, બિહારમાં 1090, દિલ્હીમાં 913, મધ્ય પ્રદેશમાં 970, રાજસ્થાનમાં 1009, છત્તીસગઢમાં 1015, મહારાષ્ટ્રમાં 966, પંજાબમાં 938, હરિયાણામાં 926, ઝારખંડમાં 1050 મહિલાઓ છે.
પ્રજનન દર પણ ઘટ્યો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર દેશમાં પ્રજનન દરમાં પણ ઘટાડો થયો છે. પ્રજનન દર વસ્તીના વિકાસ દરને દર્શાવે છે. સર્વે મુજબ દેશમાં પ્રજનન દર ઘટીને 2 પર આવી ગયો છે. 2015-16માં તે 2.2 હતો. ઉલ્લેખનીય છે કે, તમામ 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢમાં 1.4થી લઇને ઉત્તર પ્રદેશમાં 2.4 થઈ ગયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશને બાદ કરતાં તમામ તબક્કા-II રાજ્યોએ પ્રજનન ક્ષમતાનું રિપ્લેસમેન્ટ લેવલ (2.1) મેળવી લીધું છે.
એનિમિયા ચિંતાનો વિષય બન્યો
બાળકો અને મહિલાઓમાં એનિમિયા ચિંતાનો વિષય છે. NFHS-4ની તુલનામાં તમામ તબક્કા-II રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અને સમગ્ર ભારતીય સ્તરે ગર્ભવતી મહિલાઓ દ્વારા 180 દિવસ કે તેથી વધુ સમય સુધી આયર્ન ફોલિક એસિડ (IFA) ટેબ્લેટ લેવા છતાં અડધાથી વધુ બાળકો અને સ્ત્રીઓ (સગર્ભા સ્ત્રીઓ સહિત) એનિમિયાથી પીડાય છે. સમગ્ર ભારતીય સ્તરે 2015-16ના 55 ટકાથી વધીને 2019-21માં 64 ટકા સુધી 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોનું વિશિષ્ટ સ્તનપાન સુધર્યું છે. બીજા તબક્કાના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પણ ઘણી પ્રગતિ દર્શાવે છે.
આ પણ વાંચો: સરકારને ઘેરવા વિપક્ષ કરી રહ્યું છે તૈયારી, સોનિયા ગાંઘી આવાસ પર સંસદીય જૂથની બેઠક યોજાશે
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કરશે શિલાન્યાસ, ગણાવ્યો ઐતિહાસિક અવસર