- નાસા ઘણા વર્ષોથી મંગળ ગ્રહ પર જીવનની શોધમાં છે
- મંગળની ધરતી પર ઓર્ગેનિક સોલ્ટ (કાર્બનિગ ક્ષાર) હોઈ શકેઃ નાસા
- નાસાની આ શોધ પછી મંગળની ધરતી અંગે આપણી સમજ વધુ વિકસીત થશે
ન્યૂઝ ડેસ્કઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસા ઘણા વર્ષોથી મંગળ ગ્રહ પર જીવનની શોધમાં લાગી છે. તેવામાં એક રિસર્જ જર્નલમાં પ્રકાશિત શોધમાં કહેવામાં આવ્યું હતું કે, રેડિએશન અને ઓક્સિડેશન અસરગ્રસ્ત આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓક્સાલેટ અને એસીટેટ એક સાથે મળીને મંગળની ધરતી પર ઓર્ગેનિક સોલ્ટ (કાર્બનિક ક્ષાર)માં ભળી શકે છે. આ ક્ષાર ભૂગર્ભિક પ્રક્રિયાઓના માધ્યમથી બનેલા હોઈ શકે છે. અથવા તો સુક્ષ્મ જીવના અવશેષ હોઈ શકે છે. નાસાએ કહ્યું હતું કે, આ શોધ ભવિષ્યના મંગળ અભિયાનો માટે મદદગાર થઈ શકે છે.
આ પણ વાંચો- ચીને મંગળ ઉપર સફળતાપૂર્વક અવકાશયાન ઉતાર્યું
બીજા પર્યાવરણમાં જીવનની સંભાવના
નાસાએ કહ્યું હતું કે, આ શોધ બીજા પર્યાવરણમાં જીવનની સંભાવનાને પણ બળ આપશે. પૃથ્વીની જેમ કેટલીક જીવ ઉર્જા માટે ઓક્સાલેટ અને એસિટેટ જેવા ઓર્ગેનિક સોલ્ટનો ઉપયોગ કરે છે. સંશોધનકર્તા જેમ્પ એમ. ટી. લુઈસે જણાવ્યું કે, જો ઓર્ગેનિક સોલ્ટ મંગળની ધરતી પર વધુ ફેલાયેલા છે તો અમે તેની રચના અને વિતરણ જૈવિક રેકોર્ડ વિશે તપાસ કરી શકીએ છીએ. આગામી સમયમાં તેનું મહત્વનું યોગદાન હોઈ શકે છે.
આ પણ વાંચો- ચીનનું અંતરિક્ષયાન પ્રથમ રોવર સાથે મંગળ ગ્રહ પર ઉતર્યું
મંગળ ગ્રહના પ્રાચીન પર્યાવરણ પર સંશોધન
સંશોધનકર્તાઓનું લક્ષ્ય એ જાણવાનું હતું કે, ક્યારેક મંગળ પર કયા પ્રકારના અણુ રહ્યા હશે અને આ લાલ ગ્રહના પ્રાચીન વાતાવરણ અંગે શું જણાવી શકે છે. લુઈસે કહ્યું હતું કે, અમે અબજો વર્ષના ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું અન્વેષણ કરવા માગીએ છીએ. વૈજ્ઞાનિકો પહેલાથી જ ભવિષ્યવાણી કરી રહ્યા હતા કે, કાર્બનિક સંયોજનોથી ક્ષાર તૂટી શકે છે.