મુઝફ્ફરનગર: યુપી વિધાનસભા ચૂંટણી 2022ને (UP Assembly Elections 2022) લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાજકીય પારો ઉંચકાયો છે. આ દરમિયાન રવિવારે ચૂંટણી પ્રચાર માટે મુઝફ્ફરનગર પહોંચેલા RLD પ્રમુખ જયંત ચૌધરી (RLD President Jayant Chaudhary in Muzaffarnagar) ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતના ઘરે સિનૌલી પહોંચ્યા અને બંધ રૂમમાં તેની સાથે વાત કરી હતી. બંને સાથે બેસીને ભોજન પણ કર્યું, ત્યારબાદ જયંત ચૌધરીએ અમર જ્યોતિમાં ઘી રેડીને મહેન્દ્રસિંહ ટિકૈતને પ્રણામ કર્યા હતા. આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે પણ તેમના ઘરે પહોંચ્યા જયંત ચૌધરીના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા.
આ પણ વાંચો: UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા
આ મુલાકાત ચૂંટણીને લઈને હોવાનું માનવામાં આવે છે
જયંતની નરેશ ટિકૈત સાથે ટિકૈતના ઘરે મુલાકાત (RLD President Jayant Chaudhary Meet Naresh Tikait) ચૂંટણીને લઈને હોવાનું માનવામાં આવે છે. ત્યારે પશ્ચિમ યુપીમાં પડદા પાછળથી, ભારતીય કિસાન યુનિયન (Bharatiya Kisan Union UP) સપા-લોકદળ ગઠબંધનને સમર્થન આપી રહ્યાં છે. અચાનક સિનૌલી પહોંચવાના સવાલ પર જયંત ચૌધરીએ કહ્યું કે, ખેડૂતોની રાજધાની પહોંચવાનો હેતુ નરેશ ટિકૈતના આશીર્વાદ લેવાનો હતો.
જયંત ચૌધરીએ મીઠો ગોળ ખાધો
જયંત ચૌધરીએ કહ્યું કે, મેં અડદની દાળ ખાવાની સાથે મીઠો ગોળ ખાધો અને તેમના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત જયંત ચૌધરી પહોંચતા જ નરેશ ટિકૈતે પણ (BKU President Naresh Tikait) કહ્યું કે તે અમારા કરતા નાના છે. અમારા આશીર્વાદ હંમેશા આ પરિવાર પર રહ્યા છે. વિજય થશે. વિજયમાં કોઈ શંકા નથી.
આ પણ વાંચો: UP Assembly Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસની બીજી યાદી આવી, AIMIMએ પણ ત્રીજી યાદી બહાર પાડી