ETV Bharat / bharat

ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયા પર ભાર, ઘણી વિદેશી વસ્તુઓની આયાત પર લાગી શકે છે પ્રતિબંધ

મોદી સરકાર મિલિટરી પ્રોજેક્ટ્સ સંબંધિત ઘણી વિદેશી આયાતને રોકવાનો નિર્ણય લઈ શકે છે. બુધવારે રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં (Ministry of Defense High level meeting) નક્કી કરવામાં આવશે કે કઈ વસ્તુઓની આયાત બંધ કરવી જોઈએ. મેક ઈન ઈન્ડિયા (Promote Make in India) અને આત્મનિર્ભર ભારતના (Atmanirbhar Bharat Abhiyaan) લક્ષ્યને પૂર્ણ કરવા માટે સરકાર ટૂંક સમયમાં નવી નીતિ લાવવા જઈ રહી છે.

Promote Make in India
Promote Make in India
author img

By

Published : Jan 11, 2022, 12:20 PM IST

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની (Narendra Modi Government) આગેવાની હેઠળની ભારત સરકાર હવે સંરક્ષણ પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત ઘણા આયાત પ્રોજેક્ટને સ્થગિત કરવા જઈ રહી છે. સૈન્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફના લક્ષ્યને હાંસલ કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે

કેન્દ્ર સરકાર નવી સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ પ્રોત્સાહન નીતિ (new Defence Production and Export Promotion Policy) લાવી રહી છે. આ અંતર્ગત દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનને મજબૂત બનાવવામાં આવશે અને મિત્ર દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ નવી નીતિ સંરક્ષણ ક્ષેત્રમાં આયાત ઘટાડવામાં અને નિકાસ વધારવામાં મદદ કરશે.

વૈશ્વિક શ્રેણીના તમામ આયાત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાશે

બુધવારે સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક (Ministry of Defense High level meeting) યોજાશે. આ બેઠકમાં અન્ય દેશોમાંથી પ્રાપ્ત વૈશ્વિક શ્રેણીના તમામ આયાત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે. વૈશ્વિક શ્રેણીનો અર્થ એ છે કે સંરક્ષણ દળો સંપૂર્ણપણે વિદેશી કંપની પાસેથી માલ આયાત કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વૈશ્વિક શ્રેણીમાં આવતા ઘણા પ્રોજેક્ટને રદ્દ અથવા મુલતવી પણ રાખી શકે છે. હવે વિદેશી ચીજવસ્તુઓના બદલે ભારતમાં વિકસિત, ડિઝાઇન કરાયેલા અને બનાવાયેલી ઉત્પાદનોના સંપાદનને પ્રાધાન્ય આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ ભારતીય ઉત્પાદકોને સૈન્ય ક્ષેત્ર સાથે સંબંધિત હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આપવામાં આવશે.

સરકારની આ નવી નીતિ ઘણા પ્રોજેક્ટ્સને અસર કરશે

સરકારના આ નિર્ણયની અસર ભારતીય નેવી, એરફોર્સ અને આર્મીના પ્રોજેક્ટ પર પડશે. તમને જણાવી દઈએ કે, ભારતીય નૌકાદળનો કામોવ હેલિકોપ્ટર એક્વિઝિશન પ્રોજેક્ટ હાલમાં એડવાન્સ સ્ટેજમાં છે, તે પણ તેના દાયરામાં આવી શકે છે. સરકારની આ નવી નીતિ કોમ્બેટ પ્લેટફોર્મ, ગન અને એરક્રાફ્ટ સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સને પણ અસર કરશે.

સમીક્ષા 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન CDS જનરલ બિપિન રાવતે રક્ષા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વડાપ્રધાન સમયાંતરે આત્મનિર્ભર ભારત સાથે સંબંધિત પ્રોજેક્ટની સમીક્ષા પણ કરે છે. હાલમાં આ સમીક્ષા 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની છે.

આ પણ વાંચો: ઓડિશામાં સરકારી નોકરીઓ માટે અરજી કરવાની વય મર્યાદામાં કરાયો ત્રણ વર્ષનો વધારો

આ પણ વાંચો: Lakhimpur violence case : કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના સંબંધીને મળ્યા જામીન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.