ETV Bharat / bharat

'ડુપ્લિકેટ બેકવર્ડ પીએમ'.. લાલન સિંહે પીએમ મોદીને બોલ્યા વાંધાજનક શબ્દો - દિલ્હી

જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું છે.(JDU President Lallan Singh ) લલન સિંહે કહ્યું કે પીએમ મોદી ડુપ્લિકેટ ઓબીસી છે. લલન સિંહના નિવેદન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે આ પ્રકારનું નિવેદન ઉંમરને હિસાબે છે. વાંચો પૂરા સમાચાર..

'ડુપ્લિકેટ બેકવર્ડ પીએમ'.. લાલન સિંહે પીએમ મોદીને બોલ્યા વાંધાજનક શબ્દો

author img

By

Published : Oct 15, 2022, 6:49 PM IST

દિલ્હી/પટના: JDU નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે PM મોદી પર જોરદાર હુમલો કર્યો છે.(JDU President Lallan Singh ) શુક્રવારે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડુપ્લીકેટ પછાત ગણાવ્યા છે. લલન સિંહે કહ્યું કે મોદી અસલી નથી પરંતુ ડુપ્લિકેટ ઓબીસી છે.

  • #WATCH | In 2014, PM Modi roamed the country saying he was from the Extremely Backward Class (EBC). There's no EBC in Gujarat, only OBC. When he became Gujarat CM he added his caste to OBC. He's a duplicate, not an original: JD(U) national president Lalan Singh at Patna y'day pic.twitter.com/EY5xwysLYC

    — ANI (@ANI) October 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોઃ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું કે પીએમ મોદી દેશમાં ફરીને જુઠ્ઠાણુ ફેલાવે છે. જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે તેઓ મત માંગવા આવે છે અને લોકોને કહે છે કે, આ કામ અમે કર્યું છે. પરંતુ ક્યારેય બેરોજગારી અને મોંઘવારી વિશે વાત નથી કરતા.

પીએમ મોદીએ ગાંધી મેદાનમાં કહ્યું હતું કે, તેઓ તેમનું વચન પૂર્ણ કરશે, નહીં તો તેઓ વોટ માંગવા નહીં આવે. એ વચનનું શું થયું? દરેકના ખાતામાં 15 લાખ આપવા, બધાને રોજગાર આપવા. તેનુ શું થયુ? તેથી જ હું કહું છું કે તે નકલી છે." - લલન સિંહ, જેડીયુ પ્રમુખ

ભાજપ અનામત વિરોધી: લલનસિંહે આગળ કહ્યું હતુ કે, ગુજરાત બહુ પછાત નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે પોતાના સમાજનો સૌથી પછાતમાં સમાવેશ કર્યો હતો, આથી તે ડુપ્લીકેટ છે. લલન સિંહ અહીં જ નથી અટક્યા, તેઓ આગળ બોલ્યા હતા કે, જ્યાં પછાત અનામતને લઈને તેમનો ચહેરો ખુલ્લો થઈ ગયો છે. અમે ઘરે ઘરે પહોંચ્યા અને કહી રહ્યા છીએ કે આ ચા વેચનાર દંભી છે. જ્યારે ચા બનાવતા આવડતી નથી, તો ક્યાંથી વેચશે.? ભાજપ અનામત વિરોધી છે. ષડયંત્ર દ્વારા બિહારમાં નાગરિક ચૂંટણી અટકાવવામાં આવી હતી. પરંતુ ચિંતા કરશો નહીં, જ્યાં સુધી નીતિશ કુમાર અહીં છે, ત્યાં સુધી બધું સારું થઈ જશે. કોઈ ભૂલ રહેશે નહીં. નીતિશ કુમારે હંમેશા સૌથી પછાત વર્ગોને અધિકાર અને સન્માન આપવાનું કામ કર્યું છે.

કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું: આગળ લલન સિંહે કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારમાં બિહારમાંથી ભાજપના કેટલા મંત્રીઓ છે, પરંતુ એક પણ સૌથી પછાત વર્ગનો નથી. જ્યારે જેડીયુના 16 સાંસદોમાંથી 5 સાંસદો સૌથી પછાત વર્ગના છે. લલન સિંહે ભાજપને બહુરૂપિયા કહીને કહ્યું હતુ કે, તમે લોકો જાગો નહીંતર બહુરૂપિયા આવશે.

ભાજપનો પલટવારઃ બીજી તરફ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદન પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા જનક રામે કહ્યું હતુ કે, આ પ્રકારનું નિવેદન સંગત અને વધતી ઉંમરને કારણે છે.

ભાજપનું ચરિત્ર સારું નથી: નેતાઓને આપવામાં આવી સભ્યતાઃ વાસ્તવમાં આજે પટનામાં જેડીયુમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ, બસપાના ઘણા નેતાઓએ જેડીયુનું સભ્યપદ લીધું હતુ. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પવન ચંદ્રવંશી સહિત અનેક નેતાઓને જેડીયુની સદસ્યતા અપાવી હતી. આ પ્રસંગે લલન સિંહે પછાત અનામતને લઈને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. લલન સિંહે તો વડાપ્રધાનને દંભી કહ્યા હતા. લલન સિંહે કહ્યું કે ભાજપનું ચરિત્ર સારું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.