- નારદ સ્ટિંગ મામલામાં કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સુનાવણી કરશે
- CBIએ પશ્ચિમ બંગાળના 2 પ્રધાન, TMCના 1 અને 1 પૂર્વ નેતાની કરી હતી ધરપકડ
- ગયા વખતની સુનાવણી કોઈક કારણોસર નહતી કરવામાં આવી
કોલકાતાઃ નારદ સ્ટિંગ મામલામાં કોલકાતા હાઈકોર્ટ આજે સુનાવણી કરશે, જેમાં CBIએ પશ્ચિમ બંગાળના 2 પ્રધાન, તૃણમૂલ કોંગ્રેસના 1 ધારાસભ્ય તથા પાર્ટીના એક પૂર્વ નેતાની ધરપકડ કરી હતી. આ મામલાને ટ્રાન્સફર કરવાની તપાસ એજન્સીની અરજી તથા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને વિશેષ CBI કોર્ટ દ્વારા કરવામાં આવેલી જામીન પર સ્થગિતના હાઈકોર્ટના નિર્ણયને પરત લેવાની તેમની અરજી પર ગુરૂવારે સુનાવણી નહતી થઈ. કાર્યવાહક મુખ્ય જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ અરિજિત બેનર્જીની બેન્ચે પરિસ્થિતિને જોતા સુનાવણી નહતી કરી.
આ પણ વાંચો- હાઇકોર્ટમાં સેન્ટ્રલ વિસ્તા કેસ પર સુનાવણી સ્થગિત
શુક્રવારે થનારી સુનાવણીમાં આ અરજી પણ સામેલ
હાઈકોર્ટની વેબસાઈટ અનુસાર, શુક્રવારે બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવનારા કેસની યાદીમાં આ અરજીઓ પણ છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના પ્રધાનો સુબ્રત મુખર્જી અને ફરહાદ હકીમ, તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્ય મદન મિત્રા તથા કોલકાતાના પૂર્વ મેયર શોભન ચેટર્જીને CBI કોર્ટ દ્વારા કરવામાં આવેલી જામીન પર સોમવારે રાત્રે પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચો- નેશનલ હેરાલ્ડ કેસ: 30 જુલાઈએ સ્વામીની અરજી પર અંતિમ સુનાવણી
CBIએ સોમવારે ચારેયની ધરપકડ કરી હતી
CBIએ ચારેયને નારદ સ્ટિંગ મામલામાં સોમવારે પકડી પાડ્યા હતા અને તેમની સામે આરોપ પત્ર દાખલ કર્યું હતું. બેન્ચે બુધવારે સુનાવણી એક દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. કોલકાતા હાઈકોર્ટની વેબસાઈટ પર આજે જાહેર કરેલી નોટિસ અનુસાર, કોઈક કારણોસર પ્રથમ બેન્ચ આજે સુનાવણી નહીં કરે.