ETV Bharat / bharat

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે કમિશનર રજૂ કરશે બજેટ, ભાજપે બજેટને ગણાવ્યું અલોકતાંત્રિક

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 1:07 PM IST

આજે બપોરે 2 વાગ્યે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની વિશેષ બજેટ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કમિશનર વર્ષ 2023-24નું સુધારેલું અંદાજપત્ર અને 2024-25નું બજેટ અંદાજ રજૂ કરશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે, જ્યારે કમિશનર સીધું જ ગૃહમાં બજેટ રજૂ કરશે, કારણ કે MCD એક્ટ મુજબ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ કરવાનું હોય છે, પરંતુ હજી સુધી કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી નથી. આ કારણોસર બજેટ સીધું જ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે કમિશનર રજૂ કરશે બજેટ

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની વિશેષ બજેટ બેઠક ગઈ કાલે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આજે આ બજેટને મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવશે. આ માટે બપોરે 2 વાગ્યે ખાસ બજેટ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં કમિશનર વર્ષ 2023-24નું સુધારેલું અંદાજપત્ર અને 2024-25નું બજેટ અંદાજ રજૂ કરશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે, જ્યારે કમિશનર સીધા ગૃહમાં બજેટ રજૂ કરશે, કારણ કે MCD એક્ટ મુજબ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ કરવાનું હોય છે, પરંતુ હજી સુધી કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી નથી. આ કારણોસર બજેટ સીધું જ ગૃહમાં રજૂ કરવામાં આવશે.

ભાજપે બજેટ પ્રક્રિયાને ગણાવી અલોકતાંત્રિક: જો કે વિપક્ષમાં રહેલા ભાજપે આ પ્રક્રિયાનો વિરોધ કરતા આ બજેટને અલોકતાંત્રિક ગણાવ્યું છે. આ ઉપરાંત બેઠક સ્થગિત રાખ્યા બાદ દિલ્હી ભાજપના નેતાઓએ AAP નેતાઓને અણઘડ ગણાવ્યા હતા. શાસક પક્ષનું કહેવું છે કે, આ કાયદાકીય અભિપ્રાય બાદ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ લગભગ 100 પાનાની પુસ્તિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે કોર્પોરેશન કમિશનરે બેઠકમાં વાંચવાનું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કેસ આ વખતે બજેટ ઓછા પેજમાં જ પ્રકાશિત કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટમાં કોર્પોરેશનની આવકના સ્ત્રોત વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. કોર્પોરેશન આત્મનિર્ભર બને, આ માટેના તમામ પ્રયાસો આ બજેટમાં જોવા મળશે.

બજેટમાં અનેક નવી યોજનાઓનો દાવો: આ ઉપરાંત કચરાનો નિકાલનું નિવારણની અનેક યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાયો છે. જેમાં કચરાના ડુંગરના નિકાલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી મલ્ટિલેવલ પાર્કિંગ જગ્યાઓનું નિર્માણ, સામુદાયિક ઇમારતોની સ્થિતિમાં સુધારો, ઉદ્યાનોમાં હરિયાળી વધારવી, કોર્પોરેશન હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ શરૂ કરવી, નર્સિંગ કોલેજો શરૂ કરવી, કોર્પોરેશન સ્કૂલોને મોડલ સ્કૂલ બનાવવા જેવી દરખાસ્તોનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  1. ભારતનો આર્થિક વિકાસ દરેક માટે બહેતર ભવિષ્યનું નિર્માણ કરે છેઃ વડા પ્રધાન મોદી
  2. ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું સમાપન, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સમાપન સમારોહમાં લેશે ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.