- મંત્રાલયમાં બોમ્બ વિસ્ફોટ અંગેની માહિતી મળી
- મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનને બોમ્બ ધડાકા અંગેની માહિતીનો એક અનામી મેઇલ મળ્યો
- ધમકીઓ નકલી હોવાનું સામે આવ્યું
મુંબઇ : મહારાષ્ટ્ર મંત્રાલયમાં બોમ્બ વિસ્ફોટ અંગેની માહિતી મળ્યા પછી હંગામો થયો હતો. આ હકીકતમાં મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન (Mari Drive Police Station)ને મંત્રાલયમાં બોમ્બ ધડાકા અંગેની માહિતી સંબંધિત એક અનામી મેઇલ મળ્યો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) વિશ્વનાથ કોલકર(Vishwanath Kolekar) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.
ઇમેઇલ (E-mail) દ્વારા ધમકીઓ મળ્યા બાદ તપાસ શરૂ કરાઇ
આ કેસમાં પોલીસે ઇમેઇલ (E-mail) દ્વારા નકલી ધમકીઓ મોકલવા બદલ પુણેની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ (Mumbai Police)ના જણાવ્યા અનુસાર, ઇમેઇલ (E-mail) દ્વારા ધમકીઓ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદના કાલુપુર બોમ્બ બ્લાસ્ટનો આરોપી પુણેથી ઝડપાયો
તપાસમાં ખુલાસો થયો હતો કે ધમકીઓ નકલી છે
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં ખુલાસો થયો હતો કે આ ધમકીઓ નકલી (Fake threats) છે. મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
મંત્રાલયની સુરક્ષા વધારી દેવાઇ
આરોપીને પુણેના ઘોરપંડી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં મુંબઈ પોલીસ (Mumbai Police) ને સોંપવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર મંત્રાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી 4 દેશી બનાવટના બૉમ્બ સાથે આરોપી ઝડપાયો
અમદાવાદમાં પણ મે મહિનાના અંતમાં રથયાત્રાની પૂર્વ તૈયારી પહેલા જ બૉમ્બ મળવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી એક યુવક દેશી બનાવટના 4 બૉમ્બ લઈને પસાર થતો હોવાની ક્રાઈમ બ્રાન્ચ( Ahmedabad Crime Branch )ને બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે અમજદાવદ ક્રાઈમ બ્રાન્ચ ( Ahmedabad Crime Branch ) દ્વારા આ શખ્સને ઝડપી લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -
- સ્વાતંત્ર સેનાની ભગવતસિંહે આગ્રામાં બોમ્બ બનાવીને દિલ્હી વિધાનસભામાં ફેંક્યો હતો
- શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની
- મોરબી શંકાસ્પદ બોમ્બ પ્રકરણનો આરોપી ઝડપાયો
- વાંકાનેરમાં ફેક્ટરીના માલિકની એક શંકાએ પોલીસને કેમ દોડતી કરી?
- રાજકોટમાં બોમ્બ મળ્યાની માહિતીને લઈને અફડાતફડીનો મચી