મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન પહેલા અહીં તેમની ટીમની સત્તાવાર જર્સી લૉન્ચ કરી. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર જર્સીનું અનાવરણ કરતો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ખેલાડી નવી જર્સી સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. આ જર્સીને જાણીતી ફેશન ડિઝાઇનર મોનિષા જયસિંહે ડિઝાઇન કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની આ જર્સી બ્લુ અને ગોલ્ડ કલરમાં છે.
-
🌅- here’s to sun, the sea, the blue-and-gold of Mumbai. Here’s to our first-ever #WPL jersey and all she brings. 🫶#OneFamily #MumbaiIndians #AaliRe pic.twitter.com/mOmNg0d9hO
— Mumbai Indians (@mipaltan) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🌅- here’s to sun, the sea, the blue-and-gold of Mumbai. Here’s to our first-ever #WPL jersey and all she brings. 🫶#OneFamily #MumbaiIndians #AaliRe pic.twitter.com/mOmNg0d9hO
— Mumbai Indians (@mipaltan) February 25, 2023🌅- here’s to sun, the sea, the blue-and-gold of Mumbai. Here’s to our first-ever #WPL jersey and all she brings. 🫶#OneFamily #MumbaiIndians #AaliRe pic.twitter.com/mOmNg0d9hO
— Mumbai Indians (@mipaltan) February 25, 2023
આ પણ વાંચો: Babar Azam Rohit Sharma : બાબર આઝમમાં રોહિત શર્માની દેખાઈ ઝલક, પત્રકારને આપ્યો આકરો જવાબ
-
Ready, set, go!
— Mumbai Indians (@mipaltan) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Catch a glimpse of the opening day’s practice flow! 🏏💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL pic.twitter.com/JwzedzCMLn
">Ready, set, go!
— Mumbai Indians (@mipaltan) February 25, 2023
Catch a glimpse of the opening day’s practice flow! 🏏💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL pic.twitter.com/JwzedzCMLnReady, set, go!
— Mumbai Indians (@mipaltan) February 25, 2023
Catch a glimpse of the opening day’s practice flow! 🏏💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL pic.twitter.com/JwzedzCMLn
શનિવારે કરાઈ જર્સી લોન્ચ: પ્રથમ સિઝન પહેલા શનિવારે જર્સી લોન્ચ કરવામાં આવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સની કોચિંગ ટીમમાં ચાર્લોટ એડવર્ડસ (મુખ્ય કોચ), ઝુલન ગોસ્વામી (ટીમ મેન્ટર અને બૉલિંગ કોચ), દેવિકા પાલશીકર (બેટિંગ કોચ) અને લિડિયા ગ્રીનવે (ફિલ્ડિંગ કોચ)નો સમાવેશ થાય છે, જ્યારે તૃપ્તિ ચાંદગડકર ભટ્ટાચાર્ય ટીમમાં સામેલ છે.
કઈ મેચ ક્યારે રમાશે: મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મોટા નામોમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર, ઈંગ્લેન્ડની વાઈસ-કેપ્ટન નેટ શિવર-બ્રન્ટ, ભારતની ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર, ન્યુઝીલેન્ડની લેગ-સ્પિન ઓલરાઉન્ડર એમેલિયા કેર અને વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુસનો સમાવેશ થાય છે. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ 4 થી 26 માર્ચ દરમિયાન મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ એડિશનમાં 22 મેચ રમાશે. મુંબઈની પ્રથમ મેચ 4 માર્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના બેટ્સમેન નેટ સાયવર-બ્રન્ટને ટીમના સૌથી મોંઘા ખેલાડી તરીકે 3.20 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરને 1.80 કરોડની બોલી સાથે ટીમમાં સામેલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Virat Kohli On ICC Trophy: ICC ટ્રોફી વિશે વિરાટે કહી આ મોટી વાત, કહ્યું હારનો કોઈ અફસોસ નથી
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસી વોંગ, અમનજોત કૌર, ધારા ગુર્જર, શાઈકા ઈશાક, હેલી મેથ્યુઝ, ક્લો ટ્રાયોન, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ કલતાવ, જે. નીલમ બિષ્ટનો સમાવેશ થાય છે.