- CM ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનને લઈને આપ્યું નિવેદન
- માસ્ક પહેરો નહીં તો લોકડાઉન માટે તૈયાર રહો
- મહારાષ્ટ્રના અમરાવતીમાં લગભગ એક હજાર કોરોનાના કેસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બાબતે મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકો માસ્ક નહીં પહેરે તો ફરીથી લોકડાઉન લગાવવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે, અમરાવતીમાં લગભગ એક હજાર કોરોનાના કેસ આવ્યા છે. આ વિચારવાની બાબત છે. કોરોના વાયરસના નિયંત્રણ માટેની આપણી તૈયારી પૂર્ણ છે પરંતુ લોકોએ પણ સાવધ રહેવું પડશે.
અમરાવતીના વિભાગીય કમિશ્નરે 5 જિલ્લામાં આંશિક લોકડાઉન લગાવ્યું
આ અગાઉ અમરાવતીના વિભાગીય કમિશ્નરે પાંચ જિલ્લામાં આંશિક લોકડાઉન લગાવ્યું છે. આ શહેરો છે- અમરાવતી, અકોલા, બુલઢાણા, વાશિમ અને યવતમાલ. આ તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસો સુધી લોકડાઉનનું પાલન કરવામાં આવશે.