ETV Bharat / bharat

મુખ્તાર અન્સારી પત્ની તરફથી સુરક્ષા માટે અરજી કરવામાં આવી - યુપી સરકાર

મુખ્તાર અંસારી એક કેસમાં પંજાબની રોપડ જેલમાં બંધ છે. અંસારીને લાવવા માટે યુપી સરકાર અને પંજાબ સરકાર વચ્ચે સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો. 26 માર્ચે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશ મોકલવાનો આદેશ આપ્યો હતો.

મુખ્તાર અંસારી
મુખ્તાર અંસારી
author img

By

Published : Apr 6, 2021, 1:25 PM IST

  • ઉત્તર પ્રદેશના ધારાસભ્ય મુખ્તાર અંસારીને યુપીમાં લાવવા પંજાબ પહોંચી
  • 4 વાગે બાંદા પોલીસ રૂપનગર પોલીસ લાઇન પહોંચી હતી
  • ખ્તાર અંસારીની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં સુરક્ષાની માંગ કરતી અરજી કરી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના બાહુબલીના ધારાસભ્ય મુખ્તાર અંસારીને યુપીમાં લાવવા માટે બાંદા પોલીસ રૂપનગર પહોંચી છે. વહેલી સવારે 4 વાગે બાંદા પોલીસ રૂપનગર પોલીસ લાઇન પહોંચી હતી. પોલીસ લાઇનથી રોપર જેલ લગભગ 3 કિલોમીટર દૂર છે. જ્યાં મુખ્તાર અંસારી કેદ છે. યુપી પોલીસ અને STFની ટીમ પંજાબના રોપડ પહોંચી ગઇ છે. આ દરમિયાન, મુખ્તાર અંસારીની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં પંજાબના રોપરથી યુપીના બંદાએ લાવતા સુરક્ષાની માંગ કરવામાં આવી છે. કોર્ટેમાં આવતા દરમિયાન પણ જીવનું જોખમ જાહેર કરાયું છે.

જેલ શિફ્ટ દરમિયાન તેની આખા પ્રવાસની વીડિયોગ્રાફી થવી જોઈએ

મુખ્તર અંસારીની પત્ની તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, પંજાબથી યુપીમાં સ્થળાંતર કરતી વખતે મુખ્તારની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. એને ડર એ છે કે, આ સમય દરમિયાન તેમની પાસે બનાવટી રીતે એન્કાઉન્ટર ના થાય. આ સાથે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મુખ્તારની જેલ શિફ્ટ દરમિયાન તેની આખા પ્રવાસની વીડિયોગ્રાફી થવી જોઈએ. આ સાથે એવી માંગ કરવામાં આવી છે કે, જ્યારે આ સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સના સુરક્ષા વર્તુળમાં હોવું જોઈએ.

એન્જિનિયરોએ બાંદા જેલના CCTV કેમેરા અને જામર તપાસી તેમની ખામીઓ સુધારી

મળતી માહિતી અનુસાર, પંજાબની રોપડ જેલના અધિકારીઓ ઉત્તર પ્રદેશ પોલીસની રાહ જોઇ રહ્યા છે. જેલર પોતે જેલમાં બેઠો છે જલદી યુપી પોલીસ અન્સારીને લેવા માટે પહોંચશે અને તેમને તેની કસ્ટડી સોંપવામાં આવશે. ધારાસભ્ય મુખ્તારને બંદા જેલમાં લાવવા પોલીસની ભારે ટીમ સોમવારે સવારે પંજાબ જવા રવાના થઈ હતી. આ ટીમમાં પીએસી કંપની અને અનેક વજ્ર વાહનો તેમજ એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે. આ પહેલા રવિવારે દિલ્હીથી એન્જિનિયરોએ બાંદા જેલના CCTV કેમેરા અને જામર તપાસી તેમની ખામીઓ સુધારી હતી.

કોર્ટે ચુકાદો આપતાં મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશ મોકલવાનો આદેશ આપ્યો

મુખ્તાર અંસારી એક કેસમાં પંજાબની રોપર જેલમાં બંધ છે. અંસારીને લાવવા માટે યુપી સરકાર અને પંજાબ સરકાર વચ્ચે સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો. 26 માર્ચે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશ મોકલવાનો આદેશ આપ્યો હતો. ટોચની અદાલતે બે અઠવાડિયામાં પંજાબની જેલમાં બંધ મુખ્તારને ઉત્તર પ્રદેશ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ ચુકાદો મુખ્તારની કસ્ટડી ટ્રાન્સફર અરજી પર આપ્યો હતો.

મુખ્તાર અંસારીને પંજાબથી UP લાવવાની કવાયત વચ્ચે એમ્બ્યુલન્સ લાવારીસ હાલતમાં મળી

ગઇકાલે મુખ્તાર અંસારીને પંજાબથી UP લાવવાની કવાયત વચ્ચે એમ્બ્યુલન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા હતા. મુખ્તાર અંસારી જે એમ્બ્યુલન્સથી મોહાલી કોર્ટ પહોંચ્યો હતો. તે એમ્બ્યુલન્સ લાવારીસ હાલતમાં મળી આવી હતી. ચંદીગઢ ઉના-હાઇવે પર કોઈ અજાણ્યો શખ્સ ઢાબા પાસે ઉભી રાખીને ચાલ્યો ગયો હતો.

આ પણ વાંચો : મુખ્તાર અંસારી જે એમ્બ્યુલન્સથી મોહાલી કોર્ટ પહોંચ્યો હતો તે એક ઢાબા પર લાવારીસ હાલતમાં મળી

મુખ્તાર અંસારીના મોટા ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં મુખ્તારના જીવે જોખમ છે. જે રીતે મુખ્યપ્રધાનના સલાહકારે કહ્યું હતું કે, અમે કારચાલકોને સારી ટ્રેનિંગ આપીએ છીએ. જોકે, પંજાબથી ઉત્તરપ્રદેશનો રસ્તો ઘણો લાંબો છે એટલે રસ્તામાં જો ગાડી પલટી જાય તો અમે શું કરી શકીએ.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારીના જીવને જોખમઃ સાંસદ અફઝલ અંસારી

યુપી પોલીસે અન્સારીને લઈ જવા માટે રૂટ પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે ત્રણ રૂટનું પરીક્ષણ કર્યા બાદ અભેદ્ય રૂટ પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનામાં પંજાબ પોલીસની ટુકડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં યુપી પોલીસનું વજ્ર વાહન અને મુખ્તારને લઈ જવા માટેની એમ્બ્યુલન્સ પણ શામેલ છે. રોપડ જેલમાં બંધ મુખ્તાર અન્સારીની સુરક્ષાને લઈને ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ કોઈપણ ભૂલ કરવા માંગતી નથી.

આ પણ વાંચો : મુખ્તાર અન્સારીને યુપી લઇ જવા માટે રૂપનગર પહોંચી પ્રદેશ પોલીસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.