મુંબઈ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને એકથી વધુ ધમકીભર્યા કોલ મળ્યા (Threat Calls to Mukesh Ambani) બાદ, ગઈકાલે સોમવારે અટકાયત કરાયેલા 56 વર્ષીય આરોપીને 20 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દક્ષિણ મુંબઈમાં જ્વેલરીની દુકાન ચલાવે છે. Ambani Threat Accused Sent Police Custody
આ પણ વાંચો : અંબાણી પરિવારને 3 કલાકમાં જ ખતમ કરી દેવાની મળી ઘમકી
મુકેશ અંબાણીને ધમકી વિષ્ણુ ભૌમિક નામના વ્યક્તિની ગઈકાલે સોમવારે મુંબઈના દહિસર ઉપનગરમાંથી અટકાયત કરવામાં આવી હતી અને તેને ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અનેક કોલ કર્યા હતા. security Ambani’home Antilia
કથિત આરોપીને શોધી કાઢ્યો અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ પર સવારે 10:45 વાગ્યાથી એક નંબર પરથી ઓછામાં ઓછા આઠ કોલ આવ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં કૉલ્સ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અધિકારીઓએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોપ્સે કોલરનું લોકેશન ટ્રેક કર્યું અને અંતે કથિત આરોપીને શોધી કાઢ્યો અને તેની અટકાયત કરવામાં આવી હતી. એક નિવેદનમાં, એચએન રિલાયન્સ હોસ્પિટલના સીઈઓ, ડૉ તરંગ ગિયાનચંદાનીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ધ્વજવંદન સમારોહ બાદ તરત જ કૉલ્સ પ્રાપ્ત થયા હતા.
આ પણ વાંચો : મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યું
એન્ટિલિયાની આસપાસ સુરક્ષા વધારાઇ પ્રાથમિક તપાસ મુજબ, ભૌમિક પુનરાવર્તિત ગુનેગાર છે જેણે ભૂતકાળમાં આવા જ કોલ કર્યા હતા. અધિકારીએ એમ પણ કહ્યું કે, પોલીસ હજુ સુધી એ જાણી શકી નથી કે ભૌમિક માનસિક રીતે અસ્થિર હતો કે ડરાવવા માંગતો હતો. દક્ષિણ મુંબઈના કમ્બાલા હિલ વિસ્તારમાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત અંબાણીના પોશ ઘર - એન્ટિલિયાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં ખાનગી સુરક્ષા સાથે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. Security increased around Antillia