રાંચી: IPL ખતમ થતાની સાથે કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાં મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni Global School) એક નવી સ્કૂલ ખુલ્લી મૂકવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને IPLની ચેન્નઈ સુપરકિંગ્સ ટીમનો કેપ્ટન પોતાના વધુ એક સાહસને (New Venture of MS Dhoni) શરૂ કરવા જઈ રહ્યો છે. બાળકોને વૈશ્વિક સ્તરનું શિક્ષણ (Global School Education) મળી રહે એ હતુંથી માહીના નામથી એક શાળા શરૂ થઈ છે. મહેન્દ્રસિંહ ધોનીના નામે આ ખાસ સ્કૂલ તારીખ 1 જૂનથી શરૂ થશે. જેને એમ.એસ.ધોની ગ્લોબલ સ્કૂલ એવું નામ અપાયું છે. કર્ણાટકના મહાનગર બેંગ્લુરૂમાં HSR સાઉથ એક્સટેન્શન કુડલુ ગેટ પાસે આ સ્કૂલ તૈયાર થઈ છે.
આ પણ વાંચો: IPL 2022 પ્લેઓફમાં રોમાંચક જંગ, જાણો હવે કોની પાસે કેટલી તક
શું છે ખાસ આ સ્કૂલમાં: આધુનિક ટેકનોલોજી અને બેસ્ટ ક્લાસરૂમથી આ સ્કૂલ સજ્જ છે. જેમાં આધુનિક શિક્ષણ પદ્ધતિને અપનાવવામાં આવશે. જેમાં શાળાના જુદા જુદા વિષયોના અભ્યાસની સાથે અનેક પ્રકારને ઈત્તર પ્રવૃતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ માટે સ્કૂલે જાણીતી કોમ્પ્યુટર કંપની માઈક્રોસોફ્ટ અને જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેની સંસ્થા ડાંન્સ વિથ માધુરી સાથે પણ ખાસ શરતો હેઠળ કરાર કર્યા છે. મહેન્દ્રસિંહ ધોની અને પત્ની સાક્ષી ધોની આ સ્કૂલના મેન્ટર છે. જ્યારે ચંદ્રશેખર આ સ્કૂલના ચેરપર્સન છે. નવા સત્ર 2022-23થી અભ્યાસ શરૂ કરવા માટે હાલ એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્રાઈમરી અભ્યાસ, નર્સરીથી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ સુધી આધુનિક પદ્ધતિ સાથે શિક્ષણ આપવામાં આવશે. ધોની ગ્લોબલ સ્કૂલ એક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ છે.
આ પણ વાંચો: બોલિવૂડમાં ક્રિકેટર શિખર ધવનની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ
ફાર્મિગમાં છે નામ: અહીં સેન્ટ્રલ બોર્ડનો અભ્યાસ ક્રમ પણ શરૂ કરાયો છે. તા.1 જૂનથી આ સ્કૂલ શરૂ થવાની છે. આ માઈક્રોસોફ્ટની એક શૉકેસ સ્કૂલ છે. આ સાથે અહીં ધોનીની સ્પોર્ટ્સ એકેડેમીની બ્રાંચ પણ શરૂ કરાશે. ધોની કાયમ પોતાની એક અલગ શૈલી અને વિચારને કારણે જાણીતો થયો છે. આ પહેલા માહીએ રાંચીમાં ઓર્ગેનિક ખેતી, પોટ્રી ફાર્મિંગ જેવા કામ શરૂ કર્યા છે. આ સાથે તે પોતાની ક્રિકેટ એકેડેમીમાં નવા ક્રિકેટર્સ પણ તૈયાર કરી રહ્યો છે. જોકે, હવે તે ક્રિકેટમાંથી નિવૃતિ લે તો પણ તેમણે સતત ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાના ઘણા સ્ત્રોત ઊભા કર્યા છે. આ ઉપરાંત તે ભારતીય ક્રિકેટ ટીમને ગાઈડ કરવાનું કામ પણ કરે છે.