ETV Bharat / bharat

શિવપુરીમાં વોર્ડ બોય દ્વારા જિલ્લાની કોરોના દર્દીનું ઓક્સિજન કાઢી નાખવામાં આવ્યું - કોરોના દર્દી

શિવપુરી જિલ્લા હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીનું ઓક્સિજન કાઢી નાખવામાં આવ્યું હતું. ઓક્સિજન કાઢતા જ દર્દી હાફવા લાગ્યો હતો. અને તેની સાથે જ તેનું મોત થયું હતું. જેનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે.

કોરોના દર્દીનું ઓક્સિજન કાઢી નાખવામાં આવ્યું

author img

By

Published : Apr 15, 2021, 2:10 PM IST

  • શિવપુરીમાં કોરોનાના દર્દી સાથેની નિર્દય ઘટના બની
  • વોર્ડ બોય દ્વારા દર્દીનું ઑક્સિજન કાઢી નાખવામાં આવ્યું
  • હોસ્પિટલ મેનેજમેન્ટ ભૂલ માનવા તૈયાર નહિ

શિવપુરી(મધ્યપ્રદેશ) : જિલ્લા હોસ્પિટલમાં દાખલ વોર્ડ બોયનો નિર્દય ચહેરો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં દાખલ દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. આ સમય દરમિયાન, તેનું ઓક્સિજન દૂર કરવામાં આવ્યું હતું. ઓક્સિજન મુક્ત થતાંની સાથે જ દર્દીને પીડા થવાની શરૂઆત થઈ અને તે તડપી-તડપીને મૃત્યુ પામ્યો. આ અંગે જ્યારે હોસ્પિટલના અધિક્ષકને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઓક્સિજન કાઢવાની વાતને નકારી કાઢી. પરંતુ જ્યારે CCTV ફૂટેજ બહાર આવ્યા ત્યારે કહ્યું કે, દર્દીને ઓક્સિજનની જરૂર નહોતી.

મૃત્યુ ઓક્સિજન દૂર થવાને કારણે થયું હોવાનું મનવામાં આવ્યું

જિલ્લા હોસ્પિટલના કોવિડ વોર્ડમાં બે દિવસથી માટે દાખલ પિછોરના દુર્ગાપુર નિવાસી શિક્ષક સુરેન્દ્ર શર્માનું બુધવારે સવારે લગભગ 8.15 વાગ્યે મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તેમનું મૃત્યુ ઓક્સિજન દૂર થવાને કારણે થયું હોવાનું મનવામાં આવે છે. જોકે, હોસ્પિટલ મેનેજમેન્ટે કોરોના દર્દીના મૃત્યુનાં આ કારણને નકારી કાઢવા ઘણા પ્રકારની દલીલો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેઓ તેમની પોતાની દલીલોમાં જ ફસાયેલા હોવાનું જોવા મળ્યું હતું. પરિવાર દ્વારા થયેલા હંગામો અને આક્ષેપો વચ્ચે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ કે.બી. વર્માએ જણાવ્યું હતું કે, દર્દીનો ઓક્સિજન કાઢવામાંં આવ્યો નથી. તેમની હાલત ખરાબ હતી તેથી તે બચાવી શકાયો નથી. આ પછી પણ પરિવાર સહેમત ન થયો અને હોસ્પિટલના વોર્ડના CCTV ફૂટેજ નિકાળવા માટે અડગ થઇ ગયા છે.

ઑક્સિજન કાઢતો CCTV સામે આવ્યો

સીસીટીવીમાં વોર્ડ બોય પોર્ટેબલ ઓક્સિજન કાઢતા સ્પષ્ટ રીતે દૂર કરતી જોવા મળે છે. આ પછી, મેડિકલ કોલેજના DINએ દલીલ કરી હતી કે, દર્દીને ઓક્સિજનની જરૂર નથી. તેથી નર્સના કહેવા પર, વોર્ડ બોયે બીજા દર્દી માટે ઓક્સિજન કાઢ્યું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટની આ બે જુદી-જુદી દલીલોએ આ કેસને માત્ર શંકાસ્પદ જ નથી બનાવ્યો. પરંતુ જવાબદારીઓનાં હેતુઓ અંગે પણ સવાલો ઉભા કર્યા છે. જોકે, પછી મેડિકલ કોલેજના ડીન ડૉ.અક્ષય નિગમે આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક ટીમ રચવાનો આદેશ આપ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, મંગળવારની રાત્રે 11 વાગ્યાથી બુધવારે સવાર સુધી ગંભીર હાલતમાં પીડાતા દર્દીને જોવા નર્સ કે ડૉક્ટર આવ્યા ન હતા.

આ પણ વાંચો : સુરતની ખાનગી હોસ્પિટલે કોરોનાથી મૃત્યુ પામેલા મહારાષ્ટ્રના શખ્સનો મૃતદેહ આપવા 3.70 લાખ રૂપિયા માગ્યા

ઓક્સિજન કાઢયા પછી અસહ્ય પીડાને કારણે દર્દીએ માથું ઘૂંટણમાં ફસાવ્યું

ઓક્સિજન કાઢયા પછી અસહ્ય પીડાને કારણે દર્દીએ માથું ઘૂંટણમાં ફસાવ્યું, ક્યારેયક માથું પટક્યું પણ કોઈને દયા ન આવી. કોવિડ વોર્ડમાં દાખલ શિક્ષક સુરેન્દ્ર શર્માનો પુત્ર મંગળવારે રાત્રે 11 વાગ્યે ઘરે ગયો હતો. થોડા સમય પછી, વોર્ડ બોયે બીજા દર્દી માટે પોર્ટેબલ ઓક્સિજન કાઢી નાખ્યો હતો. આ પછી તેની હાલત કથળતી ગઈ હતી. સમયસર ઉપચાર ન કરવાને કારણે શિક્ષક સુરેન્દ્ર શર્માની પીડા વધી હતી. ફૂટેજ જોઈને ખબર પડે છે કે, સુરેન્દ્ર શર્મા જ્યારે અસહ્ય પીડામાં હતા ત્યારે તે ઘૂંટણની વચ્ચે માથું ફસાવતા જોવા મળે છે અને કેટલીકવાર તે માથું પટકતા પણ જોવા મળે છે.

પીઠ પર બેસાડીને પિતાને ICUમાં લઈ જવાની કોશિશ કરી

અસહ્ય દર્દ જોયા છતાં કોઈ તેમની મદદ કરવા આવ્યું ન હતું. સવારે આઠ વાગ્યે વોર્ડમાં આવેલા પુત્ર દીપક શર્માએ જણાવ્યું કે, પિતાની હાલત ગંભીર છે. પિતાની સારવાર માટે વોર્ડના કર્મચારીઓની મદદ માગી પરંતુ કોઈએ મદદ કરી ન હતી. સવારે ડ્યુટી ડૉક્ટર સાથે વાત કરી તો ગંભીરતાથી લીધી નહિ. સ્ટ્રેચર ન મળી તો તેણે તેની પીઠ પર બેસાડીને પિતાને ICUમાં લઈ જવાની કોશિશ કરી હતી. આ સમય દરમિયાન એક યુવાન આવ્યો અને પિતાના પગ પકડવામાં મદદ કરી હતી.

મૃતક ભાજપ નેતા ધીરેવર્ધન શર્માના મામા હતા

મૃતક સુરેન્દ્ર શર્મા ખરેખર ભાજપ રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય ધીરેવર્ધન શર્માના મામા હતા. તેમણે આ અંગે અધિકારીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરી હતી. ત્યારે સત્ય જાણવા CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. જેમાં ડૉક્ટરો અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી હતી. અન્ય દર્દીઓના જીવ ગુમાવવા તેઓએ જવાબદારીઓ ઉપર કાર્યવાહી કરવાની માગ કરી છે. ઘટના બાદ કલેક્ટર અક્ષયકુમાર સિંઘ, એસપી રાજેશસિંહ ચંદેલ ઘટના સ્થળે આવ્યા હતા.

આ પણ વાંચો : નવસારીમાં કોરોનાની સદી, જિલ્લામાં 110ન એક્ટિવ કેસ

ઓક્સિજન દૂર ન કરાયું હોત તો જીવ બચી જાત

પરિવારના સભ્યોનું કહેવું છે કે, રાત્રે 10 વાગ્યે હાજર સ્ટાફે ઓક્સિજન પોર્ટેબલ યુનિટને હટાવ્યું હતું. જેના કારણે દર્દીનું મોત નીપજ્યું હતું. જો રાત્રે ઓક્સિજન પોર્ટેબલ યુનિટને દૂર ન કરવામાં આવ્યું હોત તો તેમના જીવ બચી શક્યો હોત.

બીજેપી નેતાએ વોર્ડના CCTV પણ કઢાવ્યા

જ્યારે આ ઘટનાના સમાચાર ભાજપના પ્રદેશ પ્રવક્તા ધૈર્યવર્ધન શર્માને પહોંચ્યા, જેઓ મૃતકના નજીક હતા. જેથી તે જિલ્લા હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમણે આઇસોલેશન વોર્ડમાં હાજર ડૉક્ટર અને સ્ટાફની બેદરકારીનો આરોપ લગાવીને તપાસની માંગ કરી હતી. જ્યારે આરોગ્ય કમિશ્નર સહિત હોસ્પિટલ મેનેજમેંટ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. આરોગ્ય પ્રધાન આ દરમિયાન તેમણે વોર્ડના CCTV પણ બહાર કઢાવ્યા હતા.

સીએમએચઓ અર્જુન લાલ શર્માએ તપાસ હાથ ધરવાની વાત કરી

પરિસ્થિતિ બગડતી જોઈને કોવિડ આઇસોલેશન પ્રભારી કે.બી. વર્મા અને સીએમએચઓ અર્જુન લાલ શર્માએ ભાજપના પ્રદેશ પ્રવક્તા સાથે વાત કરી અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજ્યના પ્રવક્તા ડૉક્ટરોની બેદરકારીને ધ્યાનમાં લઇ રહ્યા છે. શિવપુરીના સીએમએચઓ અર્જુન લાલ શર્માએ તપાસ હાથ ધરવાની વાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.