ઈન્દોર: તારીખ 20 ફેબ્રુઆરીના આ બનાવનો કદાચ કોઇ નહી ભુલી શકે. આ બનાવના કારણે માત્ર ઈન્દોર પર નહીં, દેશના દરેક રાજયમાં ભણકારા વાગ્યા છે. તેનું કારણ એ છે કે એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પેટ્રોલ નાખીને આગ લગાવી લીધી હતી. કદાચ એ સમય જતો રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલનું માને કે આદર રાખે. પરંતુ આ બનાવના કારણે લોકો ચોંકી ગયા છે. પરંતુ, આજે સવારે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પ્રિન્સિપાલ પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ હતા. આજે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આમ 80 ટકાથી વધારે શરીર બળી જવાને કારણે એમનું મૃત્યું નીપજ્યું છે.
-
Indore, MP | Principal of Bhima College has succumbed to her injuries during treatment. We found that the student had failed in the 7th semester. We already arrested the accused: Bhagwat Singh Virde, SP Rural, Indore https://t.co/DRIWfST160 pic.twitter.com/pqBSNziE1K
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indore, MP | Principal of Bhima College has succumbed to her injuries during treatment. We found that the student had failed in the 7th semester. We already arrested the accused: Bhagwat Singh Virde, SP Rural, Indore https://t.co/DRIWfST160 pic.twitter.com/pqBSNziE1K
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023Indore, MP | Principal of Bhima College has succumbed to her injuries during treatment. We found that the student had failed in the 7th semester. We already arrested the accused: Bhagwat Singh Virde, SP Rural, Indore https://t.co/DRIWfST160 pic.twitter.com/pqBSNziE1K
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
આ પણ વાંચો સ્કૂલમાં મહિલા પ્રિન્સિપાલ પર ચબૂતરાના નામે મઝાર બનાવવોનો આરોપ
શુ બન્યું હતું: ઈન્દોરના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશુતોષ શ્રીવાસ્તવ હાલની બી.એમ.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.આ સમગ્ર મામલામાં પ્રિન્સિપાલ વિમુક્ત શર્માને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હતી.
પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી વચ્ચે બબાલ: સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બીએમ પટેલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રોફેસર અને પ્રિન્સિપાલને તેમના અંતિમ વર્ષની માર્કશીટ લાવતા દિવસે ધમકાવતા હતા. વિદ્યાર્થી અંતિમ વર્ષમાં તમામ 5 વિષયોમાં નાપાસ થયો હતો. જેના કારણે તે પ્રિન્સિપાલ અને અન્ય પ્રોફેસરોને હેરાન કરતો હતો. 2021 થી 2022 દરમિયાન પ્રિન્સિપાલ વિમુક્ત શર્મા, પ્રોફેસર વિજય પટેલ અને પ્રોફેસર ઉમેશે પણ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા.
આ પણ વાંચો બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર કર્યું ફાયરિંગ
4 વખત લેખિત ફરિયાદ: પોલીસ સ્ટેશને જઈને 4 વખત લેખિત ફરિયાદ કરી હતી. દરમિયાન, 20 ફેબ્રુઆરીના રોજ જ્યારે પ્રિન્સિપાલ કોલેજ પુરી થયા બાદ પોતાની કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તે પેપર માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન સ્તબ્ધ થઈને બેઠેલા આરોપીએ તેના પર પેટ્રોલની ડોલ ફેંકી અને લાઈટર વડે તેને આગ ચાંપી દીધી. પેટ્રોલના કારણે તરત જ આગ ફાટી નીકળી હતી. પ્રિન્સિપાલ આગની લપેટમાં આવી ગયા હતા. જો કે આગ લાગ્યા બાદ પ્રિન્સિપાલ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં આરોપી પણ 30% દાઝી ગયો હતો.
સારવાર દરમિયાન આચાર્યનું મૃત્યું થયું છે. પેટ્રોલ નાંખીને વિદ્યાર્થીઓએ એને આગચંપી કરી દીધી હતી. જેના કારણે એનું 80 ટકા શરીર બળી ગયુ હતું. ગંભીર સ્થિતિમાં એની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં થોડા સમય માટે એની સ્થિતિ સ્થિર જણાવાઈ હતી. આ કેસમાં પોલીસે 307 કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ કેસમાં હવે 302 પણ ઉમેરી દેવામાં આવશે.આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને રીમાન્ડ પણ ચાલું છે. ---આર.એન.ભદૌરિયા (પોલીસ અઘિકારી)