- ઓક્સિજનના ખાલી ટેન્કર ગુજરાત મોકલવામાં આવ્યું
- વાયુસેનાના વિમાન દ્વારા જામનગરથી ઓક્સિજન લાવવામાં આવશે
- જામનગરથી ઓક્સિજન લઈને હવાઈ માર્ગ દ્વારા ઈન્દોર પરત ફરશે
ઇન્દોર (મધ્યપ્રદેશ): વાયુસેનાનું વિશેષ વિમાન ઓક્સિજનના ખાલી ટેન્કર સાથે ગુજરાતના જામનગર જવા રવાના થયું છે. આ ટેન્કર ત્યાંથી કોરોના દર્દીઓ માટે ઓક્સિજન લઇને હવાઈ માર્ગ દ્વારા મધ્યપ્રદેશ પરત આવશે.
આ પણ વાંચો: જામનગર: રિલાયન્સ સમગ્ર દેશમાં મોકલશે 700 ટન ઓક્સિજન
જામનગરથી ટેન્કરમાં ઓક્સિજન ભરવામાં આવશે
ઓક્સિજનની વિશાળ તંગીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારે વિમાનમાં આ ટેન્કરને તાત્કાલિક જથ્થો લેવા માટે જામનગર મોકલ્યું છે. જેથી વહેલી તકે ઓક્સિજન લાવી શકાય.જોકે, આ દરમિયાન કેટલીક તકનીકી ભૂલો આવી ગઈ હતી અને ટેન્કર વિમાનમાં ચડાવી મહામહેનતે વિમાનને મોકલવામાં આવ્યું હતું. ઈન્દોરથી વિમાન માત્ર એક કલાકમાં ગુજરાતના જામનગર પહોંચશે. ટેન્કર ત્યાંથી ઓક્સિજન લઈને હવાઈ માર્ગ દ્વારા ઈન્દોર પરત આવશે.
આ પણ વાંચો: રિલાયન્સ રિફાઇનરી ખાતેથી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવે તેવી શક્યતા