ETV Bharat / bharat

સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘરમાં તોડફોડ, પાંચની અટકાયત - હૈદરાબાદ ન્યૂઝ

હૈદરાબાદના ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત આવાશમાં તોડફોડ થયાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે 5 લોકોની અટકાયત કરી છે.

સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હી સ્થિત ઘરમાં તોડફોડ, પાંચની અટકાયત

author img

By

Published : Sep 22, 2021, 8:21 AM IST

  • અસદુદ્દીન ઓવૈસીના ઘરે તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો
  • તોડફોડનો મામલામાં 5 લોકોની અટકાયત કરવામાં આવી
  • સાંસદ આ તોડફોટની ઘટના સમયે તેમના ઘરે હાજર ન હતા

નવી દિલ્હી: દિલ્હીના અશોકા રોડ પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘરે તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી પોલીસે કહ્યું છે કે, તેલંગાણાની હૈદરાબાદ સીટના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ઘરની બહાર તોડફોડની ઘટના બાદ પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે. સાંસદ ઘટના સમયે તેમના ઘરે હાજર ન હતા.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ઘરની બહાર તોડફોડની ઘટના બની

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ઘરની બહાર તોડફોડની ઘટના બની હતી. ઘરમાં રહેતા પરિવારના સભ્ય દીપાએ જણાવ્યું કે, પાંચ વાગ્યાની આસપાસ સાત-આઠ લોકો આવ્યા હતા. જે ઈંટ અને પથ્થર ફેંકી રહ્યા હતા તેના હાથમાં કુહાડી જેવું હથિયાર હતુ. જે ગેટ અને રૂમના દરવાજામાં વાગ્યું હતું. તે પોતાનો વીડિયો પણ બનાવી રહ્યા હતા. અને ઓવૈસી નામની બૂમો પાડી રહ્યા હતા બહાર આવો જ્યારે તેણે પોલીસને ફોન કર્યો, ત્યારે પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Exclusive: 15 દિવસમાં ફરી વખત ગુજરાત આવીશ- અસદુદ્દીન ઓવૈસી

હુમલાના થોડા સમય બાદ હુમલાખોરોએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો

હુમલાના થોડા સમય બાદ હુમલાખોરોએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. વીડિયોમાં કેટલાક યુવાનો સાંસદના ઘરની બહાર તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ લલિત નામનો યુવક સાંસદને પાઠ ભણાવવાની વાત કરી રહ્યો છે. લલિત સાંસદ ઓવૈસી અને તેમના ભાઈના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં તેની સાથે પાંચથી છ યુવકો જોવા મળ્યા હતા. આ વીડિયો ચૂંટણી પંચની ઓફિસ પાસે સાંસદના ઘરની બહાર બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ મેળવી

અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડ ફોડ

અન્ય વીડિયોમાં આ લોકો સાંસદના ઘરની બહાર જઈને પહેલો વીડિયો બનાવી રહ્યા છે. જેમાં લલિત નામનો યુવક સાંસદના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરે છે. આ પછી, તેના બેથી ત્રણ સાથીઓ હાથમાં કુહાડી જેવા નાના હથિયાર સાથે સાંસદના ઘર તરફ જાય છે. તે ઘરની બહાર નેમ પ્લેટ અને એડ્રેસ બોર્ડ તોડી નાખે છે. એટલું જ નહીં, તેઓ ઘરની લાઈટ પણ તોડી નાખે છે. ત્યાંથી ફરી એકવાર આરોપી સંદેશ આપે છે કે તે સાંસદ અસદુદ્દીન ઓવૈસીને પાઠ ભણાવશે. તેમના દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.