ઘાર: મધ્ય પ્રદેશના ઘારજિલ્લાના ધામનોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એબી રોડ પર એક મોટરસાઇકલ સવારને બસે ટક્કર (dhar road accident in mp) મારી હતી, આ ભયાનક અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર ચાર લોકોના મોત થયા હતા. હાલમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ એબી રોડ પર પથ્થરમારો કર્યો હતો.
આ રીતે થયો અકસ્માતઃ ધામનોદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ બકાનેર ઘાટના એક પરિવારના 4 લોકોના એક દર્દનાક માર્ગ અકસ્માતમાં મોત (4 people died in dhar road accident) થયા છે. મૃતક ધામનોદ વતી ગણેશ ઘાટ બકાનેર પોતાના ગામ જઈ રહ્યો હતો, ત્યારે ભાટી ઢાબા સામે ચારરસ્તા પરથી વળાંક લેતી વખતે પૂરપાટ ઝડપે બસે સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર પતિ-પત્ની અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ધામનોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ મોત થયું હતું.
ગ્રામવાસીઓએ એબી રોડ પર કર્યો પથ્થરમારો: માહિતી અનુસાર, બસ નંબર MP 09 FA 9712 બાઇક સાથે અથડાઈ, ત્યારબાદ ધામનોદ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજકુમાર યાદવ અને કાકરદા ચોકીનો દળ ઘટનાસ્થળે પહોંચી ગયો. હોસ્પિટલથી પ્રાપ્ત થયેવલી માહિતી અનુસાર, મૃતકોમાં દેવી સિંહ, અનિતા, ચેતન અને ચિન્ટુ નિવાસી બકાનેરનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ધામનોદ પોલીસે તાત્કાલિક બસને ધામનોદ ઢાલઘાટ ટોલ સામે વિનાયક ધાબા પર રોકી હતી, જેને ધામનોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તે જ સમયે, સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે, અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ એબી રોડ પર પથ્થરમારો કર્યો હતો.