ETV Bharat / bharat

Events of 2021: વાંચો એમપીની મર્દાની કહાણીઓ, જેઓએ જીવ બચાવવા માટે મોત સામે બાથ ભીડી

author img

By

Published : Dec 23, 2021, 1:40 PM IST

પોતાના કાળજાના ટુકડાને બચાવવા માટે એક માતા પોતે પણ મૃત્યુ સામે ટકરાઈ જઈ પુત્રને મોતના મોંમાંથી છોડાવી (Mother fights with jackal to save son life) શકે છે. ઘરની બહાર રમતાં પુત્રને શિકાર બનાવવા શિયાળે હુમલો કર્યો તો માતા પુત્રને બચાવવા માટે શિયાળ સામે જીવ પર ખેલી ગઈ હતી.

Events of 2021: વાંચો એમપીની મર્દાની કહાણીઓ, જેઓએ જીવ બચાવવા માટે મોત સામે બાથ ભીડી
Events of 2021: વાંચો એમપીની મર્દાની કહાણીઓ, જેઓએ જીવ બચાવવા માટે મોત સામે બાથ ભીડી

શિવપુરીઃ ઠાકુરપુરામાં પાંચ વર્ષના બાળક પર શિયાળ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શિયાળે બાળકને કોળિયો બનાવે તે પહેલા માતાની નજર તેના કાળજાના ટુકડા પર પડી ગઈ. માતાએ પુત્રને બચાવવા માટે શિયાળ સામે બાથ ભીડી મોતના મુખમાંથી સુરક્ષિત પાછો (Mother fights with jackal to save son life) ખેંચી લીધો. શિયાળે બાળક પર હુમલો કરતાંની સાથે જ માતાની નજર તેના પર પડી અને મહિલાએ શિયાળ પર પથ્થર ફેંકીને વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું. આનાથી શિયાળે બાળકને છોડી દીધું અને પાછું જંગલ તરફ ભાગી ગયું. હવે માતા અને પુત્ર બંને સુરક્ષિત છે.

આ વિસ્તાર નેશનલ પાર્કની નજીક છે

ઠાકુરપુરા વિસ્તાર માધવ નેશનલ પાર્કને અડીને આવેલો છે, પ્રાણીઓ વારંવાર જંગલમાંથી બહાર આવી શહેરી વિસ્તારમાં ચડી આવે છે. તે દિવસે બપોરે આદિત્ય ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારેે જંગલમાંથી એક શિયાળ આવી પહોંચ્યું અને પાંચ વર્ષના આદિત્ય પર હુમલો કર્યો (Mother fights with jackal to save son life in Thakurpura of Madhav Park area) તેની માતાએ શિયાળને બાળક પર હુમલો કરતા જોયો અને તે બાળકને શિયાળના મોંમાંથી બચાવવા પોતાના જીવ પર ખેલી ગઈ. બાળકને મુક્ત કર્યા બાદ પરિવાર તેને સારવાર માટે શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી.

આ પણ વાંચોઃ એક તરફ ખાખીનો ખોફ તો, બિજી તરફ જીવદયા પ્રેમી એવા સુરતના IPS ઉષા રાડા વિશે જાણો...

પુત્રને બચાવવા કિરણ દીપડા સામે ઝઝૂમી

ગયા મહિને સીધીમાં બૈગા સમાજની આદિવાસી મહિલા કિરણ પણ તેના આઠ વર્ષના પુત્રનો જીવ બચાવવા માટે દીપડા સાથે ઝઝૂમી હતી. દીપડો બાળકને જડબામાં દબાવીને લઈ જઈ રહ્યો હતો ત્યારે જ કિરણની નજર પડી અને કિરણ એકલી દીપડાની પાછળ દોડી અને તેના પુત્રને દીપડાના જડબામાંથી ખેંચી લીધો હતો. ઘટના સમયે આ મહિલા તેના ત્રણ બાળકો સાથે તાપણું સળગાવીને બેઠી હતી. દીપડો દબાતે પગલે પહોંચ્યો અને તેની બાજુમાં બેઠેલા આઠ વર્ષના બાળકને જડબામાં ભીંસી ભાગવા ગયો. (leopard attacks child in sidhi) મહિલાએ એક કિલોમીટર સુધી દીપડાનો પીછો કર્યો અને દીપડા સામે બાથ ભીડી લીધી. દીપડાના હુમલાથી મહિલા ઘાયલ થઈ હતી પરંતુ તેણે પોતાના બાળકને મોતના મુખમાંથી બચાવી લીધો હતો.

સુધા વાઘની સામે દોઢ કલાક સુધી ઉભી રહી

સતપુરા ટાઈગર રિઝર્વમાં વાઘરુપે સામે ઊભેલા મોતનો સામનો કરીને પોતાના સાથીઓનો જીવ બચાવનાર મહિલા વનરક્ષક સુધા ધુર્વેની અભિનેત્રી વિદ્યા બાલને પણ ખૂબ પ્રશંસા કરી હતી. ઝિરિયા બીટના ફોરેસ્ટ ગાર્ડ સુધા ધુર્વેએ (Sudha Dhurve saved the life of the team by facing the tiger)લગભગ બે વર્ષ પહેલા વાઘનો સામનો કર્યો તે દરમિયાન તે દોઢ કલાક સુધી આંખોમાં આંખો મિલાવી વાઘની સામે ઉભી રહી હતી. સુધા ધુર્વેએ આ સમયગાળા દરમિયાન તેના બે ફોરેસ્ટ ગાર્ડ સાથીઓના જીવ પણ બચાવ્યાં હતાં. અભિનેત્રી વિદ્યા બાલને એ મહિલા ફોરેસ્ટ ગાર્ડ સાથે લાઈવ વાત કરતા સમગ્ર ઘટના સાંભળી અને કહ્યું હતું કેકે તમે તમારા સાથીઓનો જીવ બચાવીને ઘણી હિંમત બતાવી છે.

આ પણ વાંચોઃ શક્તિ વંદનાઃ જાણો, કોરોના મહામારીના કારણે સ્મશાનમાં પહેલી વખત પગ મૂકનારાં સમાજ સેવિકા આરતીબેન સોની વિશે

રિયલ લાઈફ શેરની યુવતીઓની પ્રેરણા છે

મધ્યપ્રદેશની રિયલ લાઈફ 'સિંહણ' ભારતી ઠાકરે (Bharti Thakrey) એકમાત્ર અધિકારી છે જે 28 વર્ષથી વન વિભાગમાં નિર્ભયતાથી કામ કરી રહી છે. ઘણાં પડકારો, મુશ્કેલીઓનો સામનો કર્યો જે પોતાની શૈલીમાં અને સરળતા અને સંકલનથી બધું જ હલ કર્યું. તેમનું માનવું છે કે જો પરિવારનો સાથ અને જોશ હોય તો કોઈપણ કામ સરળતાથી કરી શકાય છે. ભારતી ઠાકરે પેંચ ટાઈગર રિઝર્વમાં એસડીઓ તરીકે કામ કરે છે, ભારતી એ યુવતીઓ માટે પ્રેરણા છે જેઓ જંગલ અથવા વન વિભાગની નોકરી કરવામાં અચકાતી હોય છે. ભારતી યુવતીઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ દરેક ક્ષેત્રમાં ન માત્ર નોકરી કરી શકે બલકે જીવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.