- ગૌરા દેવીએ 11 સપ્ટેમ્બર 1980ના રોજ ગૌરા દેવી ટ્રસ્ટ બનાવ્યું હતું
- આરોપીઓએ મળીને લાખો રૂપિયા લઈને મંદિર અને અન્ય સંપત્તિનું રજીસ્ટ્રેશન કરાવ્યું
- મંદિરનું રજીસ્ટ્રેશન પુજારીના નામે કરાયું હતું
હરિદ્વાર (ઉત્તરાખંડ): ધર્મનગરી હરિદ્વારમાં મા-દિકરાએ ગેરકાયદેસર રીતે હરકીપાડી સ્થિત ગૌરા દેવી ટ્રસ્ટનાં બે મંદિરો વેચી નાખ્યા છે. આરોપીઓએ મળીને લાખો રૂપિયા લઈને મંદિર અને અન્ય સંપત્તિનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટ્રસ્ટના વડા વિશાલ શર્માએ બંને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ છે.
- પોલીસે કાર્યવાહી શરુ કરી
પોલીસના કહેવા મુજબ દુર્ગાનગર ભૂપતવાલા નિવાસી વિશાલ શર્માએ જણાવ્યું હતું કે, ગૌરા દેવીએ 11મી સપ્ટેમ્બર 1980ના રોજ ગૌરા દેવી ટ્રસ્ટ બનાવ્યું હતું. તે આ ટ્રસ્ટનાં સચિવ છે. વિશાલે વધુમાં જણાવ્યું હતું કે, મોહિત પૂરી અને તેની માતા પુષ્પા પૂરી ગેરકાયદેસર રીતે પોતાને ટ્રસ્ટના વારસદાર ગણાવીને હરકીપાડી સ્થિત ટ્રસ્ટનાં બે મંદિરો વેચી નાખ્યા છે. મંદિરનું રજીસ્ટ્રેશન પુજારીના નામે કરી દેવાયું છે. હાલમાં પોલીસે મા-દિકરા બંને વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને કાર્યવાહી શરુ કરી છે.