શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ભારે વરસાદ વચ્ચે તરસર-મરસર પર્વતીય ક્ષેત્રમાં ફસાયેલા(People were trapped in Tarsar Mersar mountain range) 11 ટ્રેકર્સને બચાવી લેવામાં આવ્યા હતા. પ્રવાસીઓને બચાવતી વખતે ગાઈડ શકીલ અહેમદનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું(Guide Shakeel Ahmed drowned) હતું. તેનો મૃતદેહ આજે મળી આવ્યો છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. શકીલ અહેમદ ગાંદરબલના ગગનરનો રહેવાસી હતો. ઉત્તરાખંડના પ્રવાસી ડૉ. મહેશની શોધ ચાલુ છે.
આ પણ વાંચો - સ્વર્ગમાં ફાટ્યું વાદળ, કુદરતના પ્રકોપમાં વિંટોળાયું જમ્મુ-કાશ્મીર
11 લોકોનું જૂથ અટવાયું - ટ્રેકિંગ દરમિયાન ખરાબ હવામાનને કારણે બે સ્થાનિક ગાઈડ અને 11 પ્રવાસીઓનું જૂથ તરસર મરસર પાસે અટવાઈ ગયું હતું. ગાઈડ શકીલ અહેમદે ડોક્ટર મહેશનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. તરસર અને મરસર બે સરોવરો છે, જ્યાં ટ્રેકિંગ દ્વારા જ પહોંચી શકાય છે. તેઓ ત્રાલ, પહેલગામ અને શ્રીનગર વચ્ચે દક્ષિણ કાશ્મીરના ઊંચાઈવાળા પ્રદેશમાં સ્થિત છે. આ વિસ્તાર એ જ માર્ગ પર આવે છે જ્યાં પવિત્ર અમરનાથ ગુફા આવેલી છે.
આ પણ વાંચો - ગરમીથી કંટાળી ઠંડકનો અહેસાસ માણવા પ્રવાસીઓ કાશ્મીર પહોંચ્યા જુઓ વીડિયો
ગાઇડે મૂક્યો જીવ - શકીલે જે રીતે અન્ય વ્યક્તિનો જીવ બચાવવાની પરવા કરી ન હતી, તેના માત્ર પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો જ નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા પણ વખાણ કરવામાં આવી રહ્યા છે. તે કહે છે કે શકીલના બલિદાનથી તેને ફરી એકવાર ગર્વ થયો છે. નોંધનીય છે કે વર્ષ 2019માં રઉફ ડાર નામના રાફ્ટરે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.