ETV Bharat / bharat

દિલ્હીમાં કૂટૂનો લોટ ખાધા બાદ 500થી વધુ લોકોની તબિયત લથડી

નવરાત્રિના બીજા દિવસે કૂટૂ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા હતા. પૂર્વ દિલ્હીમાં ઘણાં લોકો બેભાન થઈ ગયા હતા. પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવતા હોય તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં કૂટૂનો લોટ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા

author img

By

Published : Apr 14, 2021, 12:07 PM IST

Updated : Apr 14, 2021, 1:56 PM IST

  • નવરાત્રીના બીજા દિવસે કૂટૂ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા
  • પૂર્વ દિલ્હીમાં ઘણાં લોકો બેભાન થઈ ગયા
  • પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવતા હોય તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. હજારો શ્રદ્ધાળુઓ આ તહેવાર પર ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન દિલ્હીમાં આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નવરાત્રીના બીજા દિવસે કૂટૂનો લોટ ખાધા બાદ 500થી વધુ લોકો બીમાર થયા હતા.

આ પણ વાંચો: મહુવીના કોટિયા ગામમાં 38 પક્ષીઓના મોત, 400 પક્ષીઓ બિમાર

પૂર્વ દિલ્હીમાં 400થી વધુ લોકો બેભાન થઈ ગયા

આ ઘટના બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. નવરાત્રિના બીજા દિવસે કૂટૂ ખાધા બાદ 500થી વધુ લોકો માંદા પડી ગયા હતા. પૂર્વ દિલ્હીમાં ઘણાં લોકો બેભાન થઈ ગયા હતા. પેટમાં દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર આવતા હોય તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ દક્ષિણ દિલ્હીના કલ્યાણપુરી, ખીચડીપુરી અને ત્રિલોકપુરી વિસ્તારોનો કહેવામાં આવી રહ્યો છે. જ્યાં કૂટૂ લોટ ખાધા પછી ઘણા લોકો બીમાર પડ્યા હતા.

આ પણ વાંચો: રાત્રિ કરફ્યૂમાં વાહન ન મળતા બિમાર પુત્રીને માતા દવાખાને લઈ જાય તે પહેલા જ મોત

કૂટૂનો લોટ ખાધા બાદ એક પરિવારના 6 લોકો બેભાન થઈ ગયા

દક્ષિણના મેહરૌલી વિસ્તારમાં કૂટૂનો લોટ ખાધા બાદ એક પરિવારના 6 લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં વહીવટી તંત્રએ પણ કેસના મામલે હંગામો મચાવ્યો છે. હાલ નવરાત્રીના દિવસોમાં આ મામલે તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે, પરંતુ હજી સુધી તેનું કારણ સ્પષ્ટ નથી થયું કે આ લોકો કેવી રીતે બીમાર પડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૂટૂનો લોટ ખાવાથી તેઓ બીમાર થઈ ગયા છે.

Last Updated : Apr 14, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.