ETV Bharat / bharat

દિલ્હીમાં 20 લાખથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું - દિલ્હીમાં કોરોના વેક્સિન

દેશભરમાં વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 20,70,868 લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આમાંથી 17 લાખથી વધારે લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 3 લાખથી વધારે લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,04,862 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

દિલ્હીમાં 20 લાખથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

author img

By

Published : Apr 12, 2021, 1:22 PM IST

  • દિલ્હીમાં દરરોજ 1 લાખથી વધુ લોકોને વેક્સિન અપાય છે
  • દિલ્હીમાં 24 કલાકમાં 1,04,862 લોકોને વેક્સિન અપાઈ
  • અત્યાર સુધી 91,099 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

આ પણ વાંચોઃ ડાંગમાં "ટીકા ઉત્સવ"નો પ્રારંભ, 4 દિવસમાં 8153 લોકોને વેક્સિન આપવાનો નિર્ધાર

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી કુલ 20,70,868 લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનની ગતિ વધી રહી છે. દરેક દિવસે 1 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

દિલ્હીમાં દરરોજ 1 લાખથી વધુ લોકોને વેક્સિન અપાય છે

આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 103 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાયા

13,763 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો

રવિવારે નોંધાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1,04,862 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. આમાંથી 91,099 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને 13,763 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી 17,12,109 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ અત્યાર સુધી 3,58,759 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.