ETV Bharat / bharat

Monsoon Session 2023: લોસભામાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંજે 4 કલાકે અવિશ્વાસ પ્રસ્તાવ પર વક્તવ્ય આપશે - sonia gandhi

આજે ગુરૂવારે આ પ્રસ્તાવની ચર્ચાનો ત્રીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી વિપક્ષના સાંસદોએ પૂછેલા પ્રશ્વો અને લગાવેલા આરોપોનો જવાબ આપશે.ગઈકાલે બુધવારે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મણિપુરમાં ભારતની હત્યા થઈ છે. સ્મૃતિ ઈરાનીએ પણ આ આક્ષેપનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે તમે તો ભારત જ નથી. આજે વડાપ્રધાન મોદી અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચામાં ભાઈ લઈ શકે છે. વાંચો અત્યાર સુધીનો ઘટનાક્રમ

અવિશ્વાસ પ્રસ્તાનો ત્રીજો દિવસ
અવિશ્વાસ પ્રસ્તાનો ત્રીજો દિવસ
author img

By

Published : Aug 10, 2023, 11:47 AM IST

Updated : Aug 10, 2023, 3:41 PM IST

14.55, August 10

રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

રાજ્યસભાની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. હવે સદનની કાર્યવાહી શુક્રવાર સવારે 11કલાકે થશે

14.48, August 10

લોસભામાં પહોંચ્યા વડાપ્રધાન મોદી

લોકસભામાં વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. તેઓ સાંજે 4 કલાકે અવિશ્વાસ પ્રસ્તાવ પર વક્તવ્ય આપશે.

14.10, August 10

મમતા, સ્ટાલિન, અખિલેશ અને રાહુલ ગાંધી ડરતા નથીઃ મહુઆ મોઈત્રા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહુઆ મોઈત્રાએ જણાવ્યું કે મણિપુરમાં સરકાર બદલી કાઢો.કેન્દ્ર સરકાર બધાને ચૂપ કરાવા માંગે છે પણ મમતા, સ્ટાલિન, અખિલેશ અને રાહુલ ગાંધી કોઈનાથી ડરતા નથી.

14.04, August 10

અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલી રહ્યા છે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા

13.37, August 10

ખુરશી છે તમારી નનામિ તો નથી, કંઈ કરી ન શકતા હોવ તો ખુરશી છોડી દોઃ ઓવૈસી

હરિયાણા અને મણિપુર હિંસા પર બોલતા અસદુદ્દિન ઔવેસીએ કહ્યું કે હું એક શાયરી દ્વારા બંને રાજ્યોના મુખ્યમંત્રીને કહેવા માંગું છું કે ખુરશી તમારી નનામિ નથી જો કંઈ કરી ન શકતા હોવ તો ખુરશી છોડી દોને.

13.17, August 10

ટામેટાની કિંમતો પર નાણાંપ્રધાનનો જવાબ

નાણાપ્રધાન સીતારમણે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના ટામેટા ઉત્પાદન ક્ષેત્રોથી ટામેટા ખરીદી એનસીસીએફ અને નાફેડ જેવી સહકારી સમિતિના માધ્યમથી તેમનું વિતરણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં ટામેટાનું વિતરણ 14 જુલાઈથી શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં એનસીસીએફ, નાફેડ અને કેન્દ્રીય ભંડાર દ્વારા મોબાઈલ વેન ટામેટા વિતરણ કરી રહી છે.

13.03, August 10

કૉંગ્રેસ, એનસીપી અને ડીએમકે સાંસદોનું લોકસભામાંથી વોકઆઉટ

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં કેન્દ્રીય નાણા મંત્રી વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે કૉંગ્રેસ, એસીપી અને ડીએમકે સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યુ હતું.

12.53, August 10

નાણાં મંત્રી સીતારમણે ઈન્ડિયા ગઠબંધન પર કર્યો વાકપ્રહાર

તેમણે જણાવ્યું કે, કર્ણાટકના આરોગ્ય મંત્રી દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક જોવા આવ્યા અને નિરાશ થયા. આ ગઠબંધનની આંતરિક લડાઈનું ઉદાહરણ છે.

12.30, August 10

વૈશ્વિક અર્થવ્યવસ્થા 2022માં માત્ર 3 ટકા જ વૃદ્ધિ પામી છે

સીતારમણ જણાવે છે કે વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં 2022માં માત્ર 3 ટક જ વૃદ્ધિ પામી હતી. જેમાં પણ 2023માં ઘટાડાનું અનુમાન છે જે અંદાજે 2.1 ટકા જ થઈ શકે છે.

12.23, August 10

કોવિડ છતાંય આજે આપણી અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છેઃ નાણાં પ્રધાન

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની પાંચ નાજૂક અર્થવ્યવસ્થાની યાદીમાં સ્થાન આપ્યું હતું. ભારતની અર્થવ્યવસ્થાને નાજૂક જાહેર કરી હતી. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઊંચુ રેટિંગ આપ્યું છે. માત્ર 9 વર્ષમાં અમારી સરકારની પોલીસીને કારણે અર્થવ્યવસ્થા આગળ વધી અને આર્થિક વિકાસ થયો. કોવિડ હોવા છતાં આપણે આજે વિશ્વની વિકસતી અર્થવ્યવસ્થા બન્યા છીએ.

12.08, August 10

વડાપ્રધાન આજે સાંજે અંદાજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં જોડાઈ શકે છે

New delhi: લોકસભા અને રાજ્યસભામાં ચોમાસા સત્રની કાર્યવાહી શરૂ

નવી દિલ્હીઃ મોનસુન સત્ર 2023માં 26 જુલાઈએ કૉંગ્રેસ અને વિપક્ષના સાંસદો તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આજે ગુરૂવારે આ પ્રસ્તાવની ચર્ચાનો ત્રીજો દિવસ છે. આજે વડાપ્રધાન મોદી વિપક્ષના સાંસદોએ પૂછેલા પ્રશ્વો અને લગાવેલા આરોપોનો જવાબ આપશે.ગઈકાલે બુધવારે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મણિપુરમાં ભારતની હત્યા થઈ છે. સ્મૃતિ ઈરાનીએ પણ આ આક્ષેપનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે તમે તો ભારત જ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાછલા વર્ષોમાં મોદી સરકારની સફળતાઓ વર્ણવી. તેમણે મણિપુર હિંસા પર રાજકારણ કરવું અયોગ્ય છે તેમ જણાવીને લોકસભામાં મણિપુરમાં શાંતિ મુદ્દે અપીલ કરતો પ્રસતાવ પણ રજૂ કર્યો.

10.55, August 10

સંસદમાં ભારત માતાની હત્યા થઈ છે તેવું બોલવું જોઈએ નહીંઃ અર્જુન રામ મેઘવાલ

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે અધીર રંજન ચૌધરીએ સરકાર પર વાકપ્રહાર કરતા પહેલા સ્પીકર અને સંસદ ટીવીની ભૂમિકા સમજવી જોઈએ. રાહુલ ગાંધીને તેમના સંભાષણ દરમિયાન ક્યારેય કોઈએ ટોક્યા નહતા. પરંતુ સંસદમાં ભારત માતાની હત્યા જેવા શબ્દો ન બોલવા જોઈએ.

11.02, August 10

અસંસદીય ભાષણને દૂર કરવામાં કંઈ નવિનતા નથીઃ પ્રહલાદ જોશી

બુધવારે લોકસભામાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણના કેટલાક નિવેદનો દૂર કરવા પર સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ તો અગાઉથી ચાલી આવતી પ્રથા છે. જો કંઈપણ અસંસદીય વાત કહેવામાં આવે તો તેને હટાવી દેવામાં આવે છે. આમાં કોઈ નવિનતા નથી.

11.02, August 10

આશા છે કે વડાપ્રધાન મોદી આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર વક્તવ્ય આપેઃ પ્રિયંકા ચતુર્વેદી

શિવસેના(યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની જવાબદારી છે કે તેઓ સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર વાત કરે. પણ તેમણે એવું કર્યુ નહીં. આ કારણોથી જ અમારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો. આજે મને આશા છે કે વડાપ્રધાન દરેક પ્રશ્નોનો જવાબ આપશે.

  1. No Confidence Motion: રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સોનિયા ગાંધી વારંવાર કરી રહ્યા હતા ઈશારા
  2. Rahul Gandhi: અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીના પ્રહાર- મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા થઈ છે, મારી યાત્રા હજુ પૂરી થઈ નથી

Last Updated : Aug 10, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.