ETV Bharat / bharat

Monkeys killing puppies: બદલો લેતાં વાંદરાઓ! એક પછી એક 300 કૂતરાઓને મારી નાખ્યા - વાંદરાના બચ્ચાને મારી નાખ્યું

ગામલોકોનું કહેવું છે કે, વાંદરાઓ બદલો લેવા (Monkeys seeking revenge) માટે આવું કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેની શરૂઆત કૂતરાઓ દ્વારા વાંદરાના બચ્ચાને મારવાથી થઈ હતી. આ પછી જ વાંદરાઓ કુતરાનાં બચ્ચાંને પસંદગીપૂર્વક ઉપાડવા લાગ્યા. તે આ ગલુડિયાઓને કોઈ ઊંચી ઈમારત કે ઝાડ પર લઈ જાય છે અને ત્યાંથી નીચે ફેંકી દે છે. છેલ્લા એક મહિનામાં વાંદરાઓએ ગામમાં મોટાભાગના કૂતરાના ગલુડિયાઓને મારી નાખ્યા (Monkeys killing puppies) છે. હવે ગામમાં થોડાક જ ગલુડિયાઓ બચ્યા છે.

Monkeys killing puppies: બદલો લેતાં વાંદરાઓ! એક પછી એક 300 કૂતરાઓને મારી નાખ્યા

author img

By

Published : Dec 18, 2021, 5:47 PM IST

બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાંદરાઓનો બદલો (Monkeys seeking revenge) લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગયા મહિને કૂતરાઓએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું હતું. આ પછી, વાંદરાઓએ બદલો લેવા માટે કૂતરાઓના બચ્ચાને મારવાનું (Monkeys killing puppies) શરૂ કર્યું. છેલ્લા એક મહિનામાં વાંદરાઓએ 300 જેટલા કૂતરાઓને ઊંચાઈએથી ફેંકીને મારી નાખ્યા (Monkeys killing 300 dogs) છે. હવે તેઓ નાના બચ્ચા પર પણ હુમલો કરવા લાગ્યા છે.

એક મહિનાથી વાંદરાઓએ ભયનો માહોલ સર્જ્યો

આ મામલો બીડ જિલ્લાના માજલગાંવનો છે. છેલ્લા એક મહિનાથી અહીં વાંદરાઓ (Maharashtra Monkeys killing dogs)એ ભયનો માહોલ સર્જ્યો છે. જ્યારે તેઓ કૂતરાના કોઈપણ બચ્ચાને જુએ છે, ત્યારે તેઓ તેને ઉપાડે છે અને પછી તેને ઊંચી જગ્યાએથી નીચે ફેંકી દે છે. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક મહિનામાં વાંદરાઓએ આ રીતે કૂતરાઓના લગભગ તમામ બચ્ચાને મારી નાખ્યા છે. લવૂલ ગામ માજલગાંવથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. લગભગ 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હવે કૂતરાનું એકપણ બચ્ચુ દેખાતું નથી. ગ્રામજનોએ વાંદરાને પકડવા માટે વન વિભાગનો પણ સંપર્ક કર્યો હતો. વન વિભાગનો સ્ટાફ આવ્યો, પરંતુ તેઓ એકપણ વાંદરાને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા.

Monkeys killing puppies: બદલો લેતાં વાંદરાઓ! એક પછી એક 300 કૂતરાઓને મારી નાખ્યા
Monkeys killing puppies: બદલો લેતાં વાંદરાઓ! એક પછી એક 300 કૂતરાઓને મારી નાખ્યા

વાંદરાઓનો બદલો!

ગ્રામજનોનું કહેવું છે કે વાંદરાઓ બદલો લેવા માટે આવું કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેની શરૂઆત કૂતરાઓ દ્વારા વાંદરાના બચ્ચાને મારવાથી થઈ હતી. આ પછી જ વાંદરાઓ કુતરાનાં બચ્ચાંને પસંદગીપૂર્વક ઉપાડવા લાગ્યા. તે આ ગલુડિયાઓને કોઈ ઊંચી ઈમારત કે ઝાડ પર લઈ જાય છે અને ત્યાંથી નીચે ફેંકી દે છે. વન વિભાગની નિષ્ફળતા બાદ વાંદરાઓના આતંકને કારણે ગ્રામજનોએ કૂતરાઓને બચાવવા માટે તેમના સ્તરે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ, આમ કરવું તેમના માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. ઉંચાઈની ઈમારત પર પહોંચ્યા બાદ વાંદરાઓ તેમના પર પણ હુમલો કરી રહ્યા છે. જેના કારણે કેટલાકને વાંદરાના હુમલાથી અને ઊંચાઈ પરથી નીચે પડી જવાથી ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં હવે વાંદરાઓએ બાળકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો પર આવા હુમલાઓ થઈ રહ્યા છે. જેના કારણે આખા ગામમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના કુખ્યાત ચોર મંકિમેનનુ પોલીસ કાર્યવાહીમાં મૃત્યું

આ પણ વાંચો: અરવલ્લીમાં વાંદરાનો આતંક, 3 દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.