સુરત: મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી છે. જોકે, કોર્ટે તેને તરત જ જામીન આપી દીધા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે? આ નિવેદન સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Rahul Gandhi convicted: માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા બાદ જામિન પણ મળ્યા
'મોદી સરનેમ' ટિપ્પણી કેસ: રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી, ભાજપના ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે, બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધીને કલમ 504 હેઠળ બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. આગામી ત્રીસ દિવસમાં રાહુલ પાસે સુરત કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનો સમય મળશે.
શું છે પુરો મામલો?: 2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાહુલ ત્રણ વખત કોર્ટમાં હાજર: ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો જાહેર કરવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ત્રણ વખત કોર્ટમાં હાજર થયો હતો. જોકે, રાહુલ ગાંધીએ કોર્ટની અંદર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ તેમના પર લાગેલા આરોપોને નકારે છે. ઓક્ટોબર 2021માં પોતાનું નિવેદન નોંધવા કોર્ટમાં પહોંચેલા રાહુલે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.
રાહુલ માટે આગળ શું વિકલ્પો છે?: રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે, અમે ચુકાદાને પડકારીશું. તેણે કહ્યું કે, તેની પાસે હજુ 30 દિવસ છે. તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારશે, જો નિર્ણય અમારી તરફેણમાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે.
આ પણ વાંચો: Rahul Gandhi in Surat Court: માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષીત જાહેર
રાહુલે આરોપોને નકાર્યા: ગત સુનાવણીમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ તેમના પર લાગેલા આરોપોને નકારે છે. તેમણે ચૂંટણી સભામાં આવું કહ્યું હતું, તે યાદ નથી. આ મામલામાં રાહુલ ગાંધીની સાથે કોર્ટે કર્ણાટકના કોલારના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરના બે વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે, ત્યારબાદ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.