ETV Bharat / bharat

Modi Government Cabinet Expansion : 12 જુલાઈએ કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે - undefined

મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવા માટે તૈયાર છે. 12 જુલાઈએ ફરી એકવાર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 10, 2023, 4:16 PM IST

નવી દિલ્હી : 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 12 જુલાઈએ ફરી એકવાર કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. આ ફેરબદલમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીની મોટી અસર પડી શકે છે, જેમાં ઘણા મોટા નેતાઓને કેબિનેટમાંથી બહાર કરવામાં આવી શકે છે અને કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

કેન્દ્રિય કેબિનેટનું થશે વિસ્તરણ : 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન અને મોદી કેબિનેટમાં ફેરબદલને લઈને ભાજપમાં વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે ભાજપના મુખ્યાલયના કેન્દ્રીય કાર્યાલયમાં બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ સાથે મંત્રીઓની બેઠક : કેબિનેટ ફેરબદલની ચર્ચા વચ્ચે નાણાં પ્રધાન સીતારમણ રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની ચર્ચા વચ્ચે નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની ચર્ચા વચ્ચે નાણામંત્રીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ છે. "કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી," રાષ્ટ્રપતિ કાર્યાલયે મીટિંગની તસવીર સાથે ટ્વિટ કર્યું.

મંત્રીમંડળનું પાંચ વખત વિસ્તરણ કરવામાં આવ્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારથી અત્યાર સુધીમાં કુલ પાંચ વખત કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

  1. PM Modi Visit Rajasthan: કોંગ્રેસ એટલે લૂટની દુકાન અને જુઠ્ઠાણાનું બજાર - PM મોદી
  2. PM Modi visits Telangana: 21મી સદીમાં ઝડપી વિકાસની દોડમાં દેશનો કોઈ ખૂણો પાછળ ન રહે- PM મોદી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.