નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. અર્જુન મેઘવાલ મૂળ રાજસ્થાનના છે. વડાપ્રધાન મોદીએ આ અંગે એક બેઠક યોજી હતી. એ પછી રાષ્ટ્રપતિ મુર્મુએ મંત્રીમંડળમાં ફેરફાર કરવા માટેની મંજૂરી આપી હતી. અર્જુન મેઘવાલ પાસે કેન્દ્રીય સાંસ્કૃતિ અને સંસદીય કાર્યનો પોર્ટફોલિયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એને લઈને કેન્દ્રીય નેતૃત્વમાં રાજસ્થાન તરફી વલણ રાખીને નિર્ણય કરાયો હોઈ શકે છે. કિરેણ રિજિજૂને ભૂ વિજ્ઞાનની જવાબદારી સોંપવામાં આવી છે.
-
Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister. Rijijiu assigned the Ministry of Earth Sciences pic.twitter.com/0chlEZG9un
— ANI (@ANI) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister. Rijijiu assigned the Ministry of Earth Sciences pic.twitter.com/0chlEZG9un
— ANI (@ANI) May 18, 2023Arjun Ram Meghwal replaces Kiren Rijiju as the Law Minister. Rijijiu assigned the Ministry of Earth Sciences pic.twitter.com/0chlEZG9un
— ANI (@ANI) May 18, 2023
કોણ છે મેધવાલઃ અર્જુનરામ મેઘવાલ મૂળ રાજસ્થાનના બિકાનેરના સાંસદ છે. વર્ષ 2009 માં, તેઓ બીકાનેર મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તારીખ 2 જૂન 2009 ના રોજ લોકસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા. સામાન્ય ચૂંટણી 2014માં, તેઓ બિકાનેરના મતવિસ્તારમાંથી 16મી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. સાંસદ તરીકેના તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેઓ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય દંડક હતા.
ઘણા પોર્ટફોલિયો મળ્યાઃ મેઘવાલે 5 જુલાઈ 2016ના રોજ નાણા રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સફળ અમલીકરણ માટે નોંધપાત્ર કામ કર્યું છે. જોકે, રાજસ્થાનમાં પણ ઘણી યોજનાઓને આકાર આપવામાં એમનો સિંહફાળો રહ્યો છે. જ્યારે રિજિજૂ અરૂણાચલ પ્રદેશના પશ્ચિમ પ્રાંતમાંથી સાંસદ તરીકે ચૂંટયા હતા.
-
Arjun Ram Meghwal, Minister of State assigned the independent charge as Minister of State in the Ministry of Law and Justice in addition to his existing portfolios, in place of Kiren Rijiju. The portfolio of Ministry of Earth Sciences be assigned to Kiren Rijiju: Rashtrapati…
— ANI (@ANI) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Arjun Ram Meghwal, Minister of State assigned the independent charge as Minister of State in the Ministry of Law and Justice in addition to his existing portfolios, in place of Kiren Rijiju. The portfolio of Ministry of Earth Sciences be assigned to Kiren Rijiju: Rashtrapati…
— ANI (@ANI) May 18, 2023Arjun Ram Meghwal, Minister of State assigned the independent charge as Minister of State in the Ministry of Law and Justice in addition to his existing portfolios, in place of Kiren Rijiju. The portfolio of Ministry of Earth Sciences be assigned to Kiren Rijiju: Rashtrapati…
— ANI (@ANI) May 18, 2023
કાયદાનાં નિષ્ણાંતઃ કિરેણ પાસે કાયદાશાસ્ત્રની ડિગ્રી છે. વર્ષ 2004માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ એ સમયે તેઓ પહેલી વખત ચૂંટાયા હતા. પણ એ પછી 2009માં થયેલી ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. વર્ષ 2014માં મોદી સરકાર આવતા તેઓ ફરીથી જીતી ગયા અને મોદી મંત્રીમંડળમાં ગૃહરાજ્ય પ્રધાન તરીકે પદ પર આવ્યા હતા. વર્ષ 2019માં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીનો સ્વતંત્ર કાર્યભાર સોંપાયો હતો.