ETV Bharat / bharat

Model Divya pahuja: હત્યાના 11 દિવસ બાદ મૉડલ દિવ્યા પહુજાનો મૃતદેહ મળ્યો, આ રીતે હરિયાણા પોલીસને મળી સફળતા - મૉડલ દિવ્યા પહુજા

હરિયાણા પોલીસે હત્યાના 11 દિવસ બાદ મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને ફતેહાબાદની ટોહાના કેનાલમાંથી દિવ્યાનો મૃતદેહ મળ્યો છે. આપને જણાવી દઈએ કે 2 જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યા પહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

મૉડલ દિવ્યા પહુજાનો મૃતદેહ  મળ્યો
મૉડલ દિવ્યા પહુજાનો મૃતદેહ મળ્યો
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 1:23 PM IST

Updated : Jan 13, 2024, 1:33 PM IST

ગુરૂગ્રામઃ મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ આખરે મળી આવ્યો છે. હત્યાના 11 દિવસ બાદ મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને ફતેહાબાદની ટોહાના કેનાલમાંથી દિવ્યાનો મૃતદેહ મળ્યો છે. આપને જણાવી દઈએ કે 2 જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યા પહુજાની ગોળી મારીને હત્યા કરવામાં

બહુચર્ચીત દિવ્યા પાહુજા હત્યાકાંડમાં 11 દિવસ બાદ મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ ફતેહાબાદની ટોહાના નહેરમાંથી મળી આવ્યો છે. ગુરુગ્રામ પોલીસે દિવ્યાના મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ દરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી બલરાજે લાશને કેનાલમાં ફેંકવાની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે લાશનો કબજો મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન આજે 13 જાન્યુઆરીએ મોડલ દિવ્યા પહુજાનો મૃતદેહ ફતેહાબાદની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે દિવ્યાની શોધ માટે NDRFની 25 સભ્યોની ટીમ પટિયાલા પહોંચી હતી. આ સિવાય NDRFની ટીમ ગુરુગ્રામ અને પંજાબ પોલીસ સાથે મળીને કેનાલમાં દિવ્યાના મૃતદેહને શોધી રહી હતી, દરમિયાન શનિવારે સવારે હરિયાણાના ફતેહાબાદ જિલ્લાની ટોહાના કેનાલમાંથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેની તસ્વીરો દિવ્યાના પરિવારને મોકલી આપ્યો હતો. જેને જોઈને લાશની ઓળખ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો દિવ્યાના મૃતદેહને શોધવામાં લાગી હતી. આપને જણાવી દઈએ કે, ગત 2 જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યા પહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે પશ્ચિમ બંગાળમાંથી બલરાજ નામના આરોપીની ધરપકડ કરી હતી. જેમણે પૂછપરછ દરમિયાન પોલીસને દિવ્યાના મૃતદેહ વિશે માહિતી આપી હતી. તેના આધારે હરિયાણા પોલીસને દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી બલરાજે પોલીસને કહ્યું હતું કે, તેણે દિવ્યાની લાશ ટોહાના કેનાલમાં ફેંકી દીધી હતી. દિવ્યાની હત્યાનો મુખ્ય આરોપી અભિજીત સિંહે તેના મૃતદેહનો નિકાલ કરવાનું કામ તેના નોકર બલરાજ ગિલને સોંપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના બાદ બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસને આ વાતનો હવાલો મળ્યો. આ પછી પોલીસે બલરાજ અને તેના સહયોગી રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.

બલરાજ દિવ્યાના મૃતદેહને અભિજીતની BMW કારની ડિકીમાં રાખીને તેનો નિકાલ કરવા નીકળ્યો હતો. આ કામમાં રવિ બંગાએ તેનો સાથ આપ્યો હતો. અભિજીત સિંહે તેની હોટલના બે સ્ટાફ સભ્યો સાથે મળીને દિવ્યાના મૃતદેહને ધાબળામાં લપેટીને તેની BMW કારના ડિકીમાં રાખ્યો હતો. ત્યારબાદ અભિજીતે કારની ચાવી તેના સાથી બલરાજને આપી અને દિવ્યાના મૃતદેહનો નિકાલ કરવા કહ્યું. આ કામ માટે અભિજીતે બલરાજને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

  1. Supreme Court: કેન્દ્રીય પ્રધાન નિશીથ પ્રમાણિકની ધરપકડ ન કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
  2. Ahmedabad crime : કાનૂન કે હાથ લંબે હોતે હૈ ! 14 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમબ્રાંચે દબોચ્યો...

Last Updated : Jan 13, 2024, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.