ETV Bharat / bharat

મિઝોરમઃ હોસ્પિટલમાં પોતુ મારતા જોવા મળ્યા કોરોના સંક્રમિત પ્રધાન, કહ્યું સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે

author img

By

Published : May 16, 2021, 8:52 AM IST

કટોકટીના આ સમયમાં, બધા લોકોએ તેમની જવાબદારી નિભાવવી જોઈએ. આવું કહેવાનું છે વીજળી વિભાગના પ્રધાન આર. લાલઝિરિયાનાના કોરોનાગ્રસ્તમાં એક ઉદાહરણ આપ્યું હતું, જે વખાણ કરવાના લાયક છે. વાંચો વરિષ્ઠ પત્રકાર સંજીબ કુમાર બરુઆનો આ ખાસ અહેવાલ...

મિઝોરમઃ હોસ્પિટલમાં પોતુ મારતા જોવા મળ્યા કોરોના સંક્રમિત પ્રધાન, કહ્યું સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે
મિઝોરમઃ હોસ્પિટલમાં પોતુ મારતા જોવા મળ્યા કોરોના સંક્રમિત પ્રધાન, કહ્યું સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે
  • લોકોને પ્રધાન લાલઝિરિયાનાના ખૂબ ગમે છે
  • હોસ્પિટલમાં સાથી દર્દીઓ માટે ઘરે બનાવેલું ભોજન પીરસે છે
  • શુક્રવારે સફાઇ કામદાર ન આવતા પ્રધાને ઝેડએમસીના ઓરડાની સફાઇ કરી હતી

ન્યુ દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. આને કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં વધારે દબાણ હોસ્પિટલના કર્મચારીઓ અને સફાઇ કામદારો પર પડે છે. તે જ સમયે, મિઝોરમમાંથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે, જે આશ્ચર્યજનક છે. ઉલ્લેખનિય છે કે, તેમના પદ અને ગરિમાને ન જોતા રાજ્યના એક પ્રધાને હોસ્પિટલની સફાઇ કરી હતી. પ્રધાનની સફાઇ કરતી તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચોઃ ગોધરાના શિક્ષકે કોવિડ કેર સેન્ટર આગળ સેવા કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ

મિઝોરમમાં હાઈવે પર દુકાન છે, પરંતુ તેમાં કોઈ દુકાનદારો નથી

મિઝોરમ કદાચ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં હાઈવે પર દુકાન છે, પરંતુ તેમાં કોઈ દુકાનદારો નથી. આ દુકાનોમાં એક બોક્સ રાખવામાં આવે છે, જેમાં ખરીદી કર્યા પછી પૈસા રાખવામાં આવે છે. જ્યાં સુધી નાગરિક ભાવના અને જવાબદારીનો સવાલ છે, મિઝોરમના લોકો ખૂબ જાગૃત છે.

લાલઝિરિયાના કોરોના સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે

તે જ સમયે, અહીંના એક પ્રધાને એક અસામાન્ય ઉદાહરણ રજૂ કર્યું છે. શનિવારે મિઝોરમ વીજળી વિભાગના પ્રધાન આર.લાલઝિરિયાના હોસ્પિટલના ફ્લોર પર સફાઇ અને પોતુ કરતા જોવા મળ્યા હતા. લાલઝિરિયાના કોરોના સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમને મોકો મળતા જ તેમને હોસ્પિટલમાં સફાઇ અને પોતુ કર્યું હતું.

લાલઝિરિયાના ઘરે સાફ-સફાઈ જેવી બાબતોમાં પણ પરિવારને મદદ કરે છે

મળતી માહિતી મુજબ, તેઓ ઘરે સાફ-સફાઈ જેવી બાબતોમાં પણ પરિવારને મદદ કરે છે. મળતી માહિતી મુજબ તેની પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ છે. તેની સારવાર રાજધાની આઇજોલથી લગભગ 14 કિલોમીટર દૂર ફાલ્કન સ્થિત જોરમ મેડિકલ કોલેજમાં (ઝેડએમસી) કરવામાં આવી રહી છે.

પ્રધાન લાલઝિરિયાના ખૂબ નમ્ર વ્યક્તિ છે

મિઝોરમ યુનિવર્સિટીના પચચુંગા કોલેજમાં ભણાવતા પ્રોફેસર એલ.એચ.ચુઆનવમાએ ETV Bharatને જણાવ્યું હતું કે, શુક્રવારે સફાઇ કામદાર ન આવતા પ્રધાને ઝેડએમસીના ઓરડાની સફાઇ કરી હતી. તેમણે શનિવારે ફરી સફાઇ કરી. તેમનું માનવું છે કે, હોસ્પિટલમાં સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે. ચુઆનવમાએ કહ્યું કે, પ્રધાન લાલઝિરિયાના ખૂબ નમ્ર વ્યક્તિ છે. જ્યારે તેઓ જમવાની પાર્ટી કરે છે, ત્યારે તે હંમેશાં બીજાને ભોજન પીરસે છે. તે હોસ્પિટલમાં સાથી દર્દીઓ માટે ઘરે બનાવેલું ભોજન પીરસે છે.

આ પણ વાંચોઃ પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ

દરેક જાહેર રજા પર મિઝોરમના લોકો તેમના આસપાસના વિસ્તારોમાં સફાઇ કરે છે

તેમણે કહ્યું કે, લોકોને પ્રધાન લાલઝિરિયાના ખૂબ ગમે છે. આ એક અપવાદ નથી. દરેક જાહેર રજા પર મિઝોરમના લોકો તેમના આસપાસના વિસ્તારોમાં સફાઇ કરે છે. કોઈપણ એવી વ્યક્તિ કે જે સફાઈમાં ફાળો આપી શકતી નથી, તે સમુદાય ભંડોળમાં કેટલુક ફંડ એકત્રિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.