ETV Bharat / bharat

મિતાલી રાજે ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરી મુલાકાત - mithali raj records

ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાથે મુલાકાત (Mithali Raj meets Amit Shah) કરી હતી. અમિત શાહે કહ્યું કે, પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે વાતચીત થઈ છે. રાજ 200 થી વધુ વનડે રમનાર માત્ર 2 ખેલાડીઓમાંથી 1 છે અને બીજી લાંબા સમયથી સાથી ખેલાડી ઝુલન ગોસ્વામી છે.

Etv Bharatમિતાલી રાજને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી

author img

By

Published : Sep 21, 2022, 11:06 AM IST

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ લિજેન્ડ અને ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Mithali Raj meets Amit Shah) ને મળી હતી. આ વિશે માહિતી આપતા અમિત શાહે (Home Minister Amit Shah) ટ્વીટ કર્યું કે, શ્રેષ્ઠ મહિલા બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે વાતચીત કરી.

આંતરરાષ્ટ્રીય કારકીર્દી : તેમની બે દાયકાની સફળ કારકિર્દીએ અનેક પ્રસંગોએ દેશનું નામ રોશન કર્યું છે. તે વિશ્વભરના દરેક ઉભરતા ખેલાડીઓ માટે પ્રેરણા છે. 1999માં 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર રાજ મહિલા ક્રિકેટમાં સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ ધરાવે છે. આ 23 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું હતું. રાજ 200 થી વધુ વનડે રમનાર માત્ર 2 ખેલાડીઓમાંથી 1 છે અને બીજી લાંબા સમયથી સાથી ખેલાડી ઝુલન ગોસ્વામી છે.

મિતાલી રાજનો રેકોર્ડ : રાજે સૌથી વધુ 232 ODI રમી છે. 2005 અને 2017માં ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનું નેતૃત્વ કરનાર રાજ, છ ICC (50 ઓવર) ક્રિકેટ વર્લ્ડમાં ભાગ લેનારી એકમાત્ર મહિલા અને ત્રીજી ક્રિકેટર છે. રાજ વનડેમાં સૌથી વધુ કેપ ધરાવતી મહિલા ખેલાડી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. તેના નામે 232 મેચોમાં સાત સદીની મદદથી 7,805 રન છે. રાજે 12 મેચમાં સદી સાથે 699 રન બનાવ્યા છે, જ્યારે T20માં તેણે 89 મેચોમાં 17 અડધી સદી સાથે 2,364 રન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.