- ભાજપના 12 ધારાસભ્ય સસ્પેન્ડ
- સ્પિકર સાથે ગેરવર્તણૂંક બદલ સસ્પેન્ડ
- ભાજપે આરોપને ગણાવ્યો ખોટો
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાનું મોનસૂન સત્ર(maharashtra assembly session 2021)માં ઓબીસી આરક્ષણ મુદ્દે સ્પિકર ભાસ્કર જાદવ સાથે ગેરવર્તણૂંક થઇ. આ ઘટનાના આરોપસર 12 ધારાસભ્યોને(bjp mla suspended in maharashtra) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે સંસદીય કાર્યમંત્રી અનિલ પરબતે જણાવ્યું હતું અને તેને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યો હતો. જેમાં સંજય કૂટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટકલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે,યોગેશ સાગર, જય કુમાર રાવત, નારાયણ કુચે, રામ સતપુતે અને બંટી ભાંગજિયાનો સમાવેશ થાય છે. પરબતે આ અંગે જણાવ્યું હતું કે 12 ધારાસભ્યોને મુંબઇ અને નાગપુરના વિધાનમંડળ પરીષદમાં પ્રવેશ કરવાની અનુમતી નહીં મળે.
-
This is how it all started. BJP leaders stormed into #Maharashtra #Assembly #Speakers #Chamber. During first day of Assembly session pic.twitter.com/Z2NjIjwckv
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is how it all started. BJP leaders stormed into #Maharashtra #Assembly #Speakers #Chamber. During first day of Assembly session pic.twitter.com/Z2NjIjwckv
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) July 5, 2021This is how it all started. BJP leaders stormed into #Maharashtra #Assembly #Speakers #Chamber. During first day of Assembly session pic.twitter.com/Z2NjIjwckv
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) July 5, 2021
ભાજપે આરોપને ગણાવ્યો ખોટો
ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના આ નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવતા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના સભ્યો સાથે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કરશે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ એક ખોટો આરોપ છે. વિપક્ષની સંખ્યા ઓછી કરવા માટેનો એક પ્રયત્ન છે કેમકે અમે સ્થાનિક ઓફિસમાં ઓબીસી ક્વૉટો અંગેનું સરકારના જુઠ્ઠાણાનાની પોલ ખોલી છે.