ETV Bharat / bharat

Hathras Rape case: હાથરસમાં બકરી ચરાવવા ગયેલી 7 વર્ષની સગીરા સાથે બળાત્કાર, પોલીસે 17 વર્ષીય આરોપી સામે નોંધ્યો ગુનો - હાથરસ રેપ કેસ

હાથરસમાં 7 વર્ષની સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે શુક્રવારે પોલીસે આ મામલે FIR નોંધી છે. સિકંદરારાઉ પોલીસ સ્ટેશનના પ્રભારી આશિષ કુમાર સિંહે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

હાથરસમાં 7 વર્ષની સગીરા સાથે બળાત્કાર
હાથરસમાં 7 વર્ષની સગીરા સાથે બળાત્કાર
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 10:05 AM IST

હાથરસઃ જિલ્લાના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી અને બકરી ચરાવવા ગયેલી 7 વર્ષની સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. ગામના એક 17 વર્ષના છોકરાએ આ સગીરાને ખંડેરમાં લઈ જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

બકરી ચરાવવા ગઈ હતી સગીરા: સોમવારે 7 વર્ષની બાળકી ટાઉનશિપ પાસે બકરી ચરાવવા ગઈ હતી. ત્યારે એક છોકરો ત્યાં આવ્યો અને તેને ખંડેરમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો. આરોપીએ સગીરાને એટલી ધમકાવી હતી કે, તે ઘરે પહોંચ્યા પછી તેણે કોઈને કશું કહ્યું ન હતું. બાદમાં તેની માતાએ પૂછતાં તેણે બધી વાત કહી. પોલીસે યુવતીની મેડિકલ તપાસ કરાવી છે. પીડિતાના પિતાએ રિપોર્ટમાં લખ્યું છે કે તે મહેનત કરીને પરિવારનું ભરણપોષણ કરે છે.

આરોપીએ આપી ધમકી: પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, 7 નવેમ્બર સોમવારના રોજ બપોરે 2.30 વાગ્યાના સુમારે તેની 7 વર્ષની પુત્રી તેમના ઘરથી લગભગ 500 મીટર દૂર ટીકરી ખુર્દ ગામના રોડની બાજુમાં બકરી ચરાવી રહી હતી. ત્યારે ટાઉનશીપમાં રહેતો એક છોકરો ત્યાં આવ્યો, તેની દીકરીને એકલી જાણીને તેની છેડતી કરી. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો તે તેણે બળજબરીથી પકડીને નજીકમાં આવેલી વન વિભાગની ખંડેર ઇમારતની અંદર લઈ ગયો અને બળજબરીથી તેની સાથે બળાત્કાર ગુજાર્યો. સગીરાએ બુમો પાડવા પર તેના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ઘમકી આપી.

આરોપી સામે ફરિયાદ: આ ડરને કારણે તે ચૂપ રહી અને ઘરમાં ગુમસુમ રહેવા લાગી. જ્યારે માતા-પિતાને ખબર પડી કે તેની દીકરી બીમાર રહેવા લાગી છે. તે બરાબર ચાલી પણ શકતી ન હતી. અનેકવાર પૂછવા પર સગીરાએ તેના પરિવારજનોને બધી વાત કહી. પિતાએ ગુરુવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે શુક્રવારે ગુનો નોંધ્યો હતો. સિકંદરરાવ પોલીસ સ્ટેશનના પ્રભારી આશિષ કુમાર સિંહે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  1. Ahmedabad Crime News: બોપલમાં થયેલ લૂંટ અને સામુહિક બળાત્કારનો ગુનો ઉકેલાયો, બનાસકાંઠા LCBએ પાંચ આરોપીની પાલનપુરથી કરી ધરપકડ
  2. Rajkot Crime News: મનો દિવ્યાંગ યુવતિ પર કરાયો બળાત્કાર, ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓને ગામવાસીઓ કર્યા પોલીસ હવાલે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.