ETV Bharat / bharat

Bihar Crime: બેગુસરાયમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા - બિહારના બેગુસરાયમાં કિશોરી પર દુષ્કર્મ

બિહારના બેગુસરાયમાં એક 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ બાદ ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. કેસ નોંધાયા બાદ પણ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈને આ મામલે તપાસ કરી રહી છે.

Bihar News:
Bihar News:
author img

By

Published : Apr 8, 2023, 7:41 PM IST

બિહાર: બેગુસરાઈમાં આરોપીઓએ 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ કિશોરીની હત્યાને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીના મોત બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની આશંકા વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી હતી. જો કે હજુ સુધી એકપણ આરોપી પકડાયો ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

કિશોરીની માતાનો આરોપ: ઘટના બેગુસરાયના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં 13 વર્ષના કિશોરીની લાશ મળી આવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્થળ પર લોકોની ભીડ એકઠી થવા લાગી. બાળકીની માતાએ જણાવ્યું કે ઘટના સમયે તે બહિયારમાં ઘઉં કાપવા ગઈ હતી અને પુત્રી ઘરે એકલી હતી. માતાનો આરોપ છે કે આનો ફાયદો ઉઠાવીને બદમાશોએ તેની સાથે દુષ્કર્મ કર્યો અને પછી તેની હત્યા કરી.

આ પણ વાંચો: Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ

“પરિવારના સભ્યોના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે." - અમિત કુમાર, ડીએસપી, બેગુસરાય

આ પણ વાંચો: Vadodara Suicide Case : મંગેતરે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા, એકટીવામાંથી મળી સુસાઈટ નોટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ: ઘટનાની માહિતી મળતા જ વીરપુર પોલીસ અને મહિલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની ઝીણવટભરી તપાસ કરી હતી. આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહનો પંચનામા તૈયાર કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે દુષ્કર્મ થયો છે કે નહીં. આ સાથે મૃત્યુના કારણો પણ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.