- Flying Sikh મિલ્ખા સિંહનું નિધન
- 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- સાંજે 5 વાગ્યે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી: દેશને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ અપાવનાર રનર મિલ્ખા સિંગને શનિવારે ચંદીગઢમાં રાજકિય સન્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી. તેમની આ અંતિમ વિદાઇના કાર્યક્રમમાં પરીવારજનો, નજીકના સંબંધીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. પંજાબના મુખ્યપ્રધાને પણ મિલ્ખા સિંહના સન્માનમાં એક દિવસના રાજકિય શોકની જાહેરાત કરી છે. એક મહિના સુધી કોરોના સંક્રમણ સામે લડ્યા બાદ શુક્રવારે ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું અવસાન થયું હતું. આ અગાઉ તેની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોનાને કારણે અવસાન થયું હતું. તેમની પત્ની 85 વર્ષીય નિર્મલનું રવિવારે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
એક મહિના કોરોના સામે ઝીલી ઝાક
મિલ્ખા સિંહ લગભગ એક મહિના પહેલા કોરોના પોઝિટિવ બની હતી. મિલ્ખા સિંઘ થોડા દિવસો પહેલા જ કોરોના નેગેટિવ થયા હતા, પરંતુ અચાનક તેની તબિયત ખરાબ થવા લાગી હતી. આ પછી તેને ચંદીગઢની PGI હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
પદ્મશ્રી મિલ્ખા સિંહ 91 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમના પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે. તેમના પરિવારના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમણે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
તાવ સાથે ઓક્સિજન ઘટતા તબિયત લથડી
સાંજથી તેની હાલત ખરાબ હતી અને તાવ સાથે ઓક્સિજન પણ ઘટ્યું હતું. તેમને અહીં PGIMERના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેઓ કોરોના સંક્રમિત થયા હતા. બુધવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને જનરલ આઈસીયુમાં ખસેડાયા હતા. ગુરુવારે સાંજ પહેલા તેની હાલત સ્થિર થઈ ગઈ હતી.
1959માં પદ્મશ્રીથી નવાજ્યા
ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા મિલ્ખાએ 1958 કોમનવેલ્થ ગેમ્સમાં પણ પીળો ચંદ્રક જીત્યો હતો. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 1960 ના રોમ ઓલિમ્પિક્સમાં હતું, જેમાં 400 મીટરની ફાઇનલમાં તે ચોથા સ્થાને રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1959માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનુું કોરોનાથી નિધન