ETV Bharat / bharat

વ્હેલ માછલીની ઉલટીની દાણચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા - Whale vomit worth six and a half crore seized

સાંગલી પોલીસે બે દાણચોરોની ધરપકડ કરી છે જે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં મળેલી વ્હેલ માછલી (એમ્બરગ્રીસ) ની ઉલટી લાવવા અને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમની પાસેથી 5 કિલો એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 6.6 કરોડ છે.

Whale vomit worth six and a half crore seized, two arrested in Sangli

author img

By

Published : Feb 9, 2023, 9:48 AM IST

સાંગલી: વ્હેલની ઉલ્ટીની (જે કરોડોમાં વેચાઈ છે) દાણચોરી કરતી એક ગેંગનો સાંગલી લોકલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. દાણચોરીના આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી લગભગ છ કરોડની કિંમતની વ્હેલની ઉલટી જપ્ત કરવામાં આવી છે. કોલ્હાપુર ઝોનના વિશેષ પોલીસ મહાનિરીક્ષક સુનીલ ફુલારેએ આ માહિતી આપી હતી. કોલ્હાપુર ક્ષેત્રના વિશેષ મહાનિરીક્ષક સુનિલ ફુલારીએ કહ્યું છે કે સાંગલી શહેર પોલીસ હવે વન વિભાગ અને પ્રાણી મિત્રો દ્વારા આ અંગે વધુ તપાસ કરશે.

વ્હેલની ઉલ્ટીની દાણચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ

બાતમીના આધારે કાર્યવાહી: સાંગલી લોકલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સાંગલી શહેરના શામરાવ નગર નજીક એપીજે અબ્દુલ કોલેજ પાસે કેટલાક લોકો પ્રતિબંધિત વ્હેલની ઉલટીનો વેપાર થઇ રહ્યો છે. બાતમીને આધારે પોલીસે તપાસ આદરી હતી અને છટકું ગોઠવીને બે શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક બસવરાજ તેલીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છટકું ગોઠવ્યું હતું અને તેમને સફળતા મળી હતી. પોલીસે અટકાયત કરેલા શકમંદોના નામ સલીમ પટેલ કે જેઓ સાંગલીના રહેવાસી છે અને બીજા આરોપીનું નામ અકબર શેખ છે જેઓ પિંગોલીના રહેવાસી છે.

આ પણ વાંચો Four Killed In Tamil Nadu : પત્ની બાળકો પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી, ચારનાં મોત

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ: પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે બંને શકમંદોની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં માલવણથી તેમના સાથીદારની મદદથી એમ્બરગ્રીસ લાવવામાં આવ્યો હતો. મોટાભાગે પરફ્યુમ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા એમ્બરગ્રીસનું વેચાણ અને કબજો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

આ પણ વાંચો Vadodara Crime : માનસિક અસ્થિર યુવતી હવસખોરનો શિકાર થતાં બચી

વ્હેલ માછલીની ઉલટીની કિંમત કરોડોમાં: વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ભૂરા રંગનો મીણ જેવો પદાર્થ હોય છે.જે વ્હેલ માછલીના પેટમાં બને છે.માછલી સમયાંતરે તેને વોમિટ કરીને બહાર કાઢી નાંખે છે અને તે પાણી પર તરતો જોવા મળે છે.પરફ્યુમના માર્કેટમાં એમ્બરગ્રીસની બહુ બોલબાલા છે અને તેના કારણે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ આંખો ફાટી જાય તેટલો વધારે છે. જે પરફ્યુમ માં એમ્બરગ્રીન નો ઊપયોગ થાય છે એ બહુ મોંઘો પણ વેચવામાં આવે છે. જુના સમય માં એમ્બરગ્રીન સ્પર્મ વ્હેલ ન શિકાર નું એક કારણ હતું.પરંતુ ચોંકી એમ્બરગ્રીન બહુજ મોંઘુ હોય છે. સમય ની સાથે પરફ્યુમ બનાવવા વાળા સિન્થેટિક એમ્બરગ્રીન ની બાજુ જતું રહે છે. પરંતુ કુદરતી એમ્બરગ્રીન ની આજે પણ સારી એવી ડિમાન્ડ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.