રાયગઢ(મહારાષ્ટ્ર): રાયગઢ જિલ્લામાં એક બસ અકસ્માત થયો છે. જિલ્લાના ખોપોલી પીએસ વિસ્તારમાં 48 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી ગઈ છે. (students returning from picnic overturns in Raigad )જેમાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે. ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે બસ પલટી ગઈ હતી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ગૌરી મોરે પાટીલે માહિતી આપી છે કે કેસ નોંધવામાં આવી રહ્યો છે.
-
Maharashtra | A bus carrying 48 students overturned in the Khopoli PS area of Raigad district. Many students got injured, some in critical condition. Students were rushed to a hospital for treatment, more details awaited. pic.twitter.com/iIu7eX3MQI
— ANI (@ANI) December 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Maharashtra | A bus carrying 48 students overturned in the Khopoli PS area of Raigad district. Many students got injured, some in critical condition. Students were rushed to a hospital for treatment, more details awaited. pic.twitter.com/iIu7eX3MQI
— ANI (@ANI) December 11, 2022Maharashtra | A bus carrying 48 students overturned in the Khopoli PS area of Raigad district. Many students got injured, some in critical condition. Students were rushed to a hospital for treatment, more details awaited. pic.twitter.com/iIu7eX3MQI
— ANI (@ANI) December 11, 2022
ટ્રીપ પરથી પરત ફરતી વખતે અકસ્માત: પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત આજે લગભગ 8 વાગ્યાની આસપાસ થયો હતો. પ્રાથમિક માહિતી મળી રહી છે કે ટર્ન લેતી વખતે બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં 48 વિદ્યાર્થીઓ હતા. તેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે મળેલી માહિતી મુજબ આમાંથી બે વિદ્યાર્થીઓના મોત થયા છે.
કાબૂ ગુમાવી દીધો: અધિકારીએ જણાવ્યું હતું કે, "લોનાવાલામાં પિકનિક પરથી પરત ફરતી વખતે, બ્રેક નિષ્ફળ જવાને કારણે બસના ડ્રાઈવરે ખોપોલી નજીક ઘાટ વિસ્તારમાં વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અકસ્માતમાં તમામ વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી," તેમણે ઉમેર્યું હતું કે, તેઓને લોનાવાલા અને ખોપોલીની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.