- મેટ્રોમેન' ઈ શ્રીધરનને ભાજપમાં જોડાશે
- વિજય યાત્રા દરમિયાન શ્રીધરન ભાજપમાં જોડાશે
- દક્ષિણ ભારતમાં પાર્ટીના વિસ્તરણના હેતુથી ભાજપ કેરળમાં વિજય યાત્રા કરશે
કેરળઃ ભાજપ પક્ષે ગુરૂવારે કહ્યું કે, 'મેટ્રોમેન' ઈ શ્રીધરનને કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં જોડાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને કહ્યું કે, 21 ફેબ્રુઆરીના રોજ પાર્ટીની વિજય યાત્રા દરમિયાન શ્રીધરન ભાજપમાં જોડાશે. સુરેન્દ્રએ કહ્યું કે, શ્રીધરને ભાજપ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
21 મી ફેબ્રુઆરીએ કાસરગોદથી વિજય યાત્રા શરૂ થશે
કેરળમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ સમયે શ્રીધરન પાર્ટીના સભ્યપદ લેવાના છે. દક્ષિણ ભારતમાં પાર્ટીના વિસ્તરણના હેતુથી ભાજપ અહીં વિજય યાત્રાની શરૂઆત કરી રહ્યું છે. આ વિજય યાત્રા 21 મી ફેબ્રુઆરીએ કાસરગોદથી શરૂ થશે અને માર્ચના પહેલા અઠવાડિયાની આસપાસ તિરુવનંતપુરમમાં પૂર્ણ થશે.
ભારતના 'મેટ્રો મેન' તરીકેનું મળ્યું છે સન્માન
શ્રીધરન 31 ડિસેમ્બર, 2011 ના રોજ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) ના પ્રમુખ પડેથી નિવૃત્ત થયા હતા. ભારતીય એન્જિનિયરને મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ થયા બાદ ભારત ના 'મેટ્રો મેન' તરીકેનું તેમને સન્માન મળ્યું હતું. 88 વર્ષીય એન્જિનિયરે ડીએમઆરસીની સ્થાપના બાદથી આ સાથે સંબંધિત તમામ બાબતોને હલ કરી હતી. તેઓએ બજેટમાં જ અને સમયપત્રક પહેલા જ આ પરિયોજનાને પુર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીધરનનો જન્મ 12 જૂન 1932 માં કેરળના પલક્કડ જિલ્લામાં થયો હતો. તેમણે ભારતના કેટલાક સૌથી સફળ રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.