- કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લંબાવ્યું
- રસી લેનારને આપવામાં આવી પ્રતિબંધોમાંથી મુક્તિ
- લોકડાઉન 19 ઓગસ્ટના અંત સુધી લંબાવાશે
કેનબેરા (ઓસ્ટ્રેલિયા ) : ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટું શહેર મેલબોર્ને બુધવારે કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લંબાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં ડેલ્ટાનો પ્રકોપ ફાટી નીકળ્યો છે, આમ છતાં અધિકારીઓએ કહ્યું હતું કે, જેમને રસી આપવામાં આવી છે, તેમના માટે પ્રતિબંધ હળવા કરવાનું વિચારી રહ્યા છે.
19 ઓગસ્ટ સુધી મેલબોર્નનું છઠ્ઠું લોકડાઉન
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, તે ઘણા અંશે સફળ પણ રહ્યું, પરંતુ અત્યંત સંક્રમણ ધરાવતું ડેલ્ટા સ્વરૂપ એવા દેશમાં નવા પડકારો ઉભા કરી રહ્યું છે, જ્યાં રસીકરણનો દર ઓછો છે. વિક્ટોરિયા રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે, મેલબોર્નનું છઠ્ઠું લોકડાઉન 19 ઓગસ્ટના અંત સુધી લંબાવવામાં આવશે. શહેરમાં 24 કલાક દરમિયાન સંક્રમણના 20 નવા કેસ નોંધાયા છે.
વિક્ટોરિયામાં કોરોનાને લઈને પડકારજનક સ્થિતિ
વિક્ટોરિયાના ચીફ ડેનિયલ એન્ડ્રુઝે કહ્યું હતું કે, 'તે ખૂબ જ પડકારજનક છે. હું જાણું છું કે દરેક વિક્ટોરિયન લોકોને તેમનો વ્યવસાય ચાલુ રહે તે ગમશે, તેઓ સ્વતંત્રતા ઈચ્છશે, પરંતુ જે ડેલ્ટા પ્રકૃતિને કારણે શક્ય નથી. 26 જૂને સિડનીમાં લાદવામાં આવેલું લોકડાઉન 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું છે, પરંતુ સંક્રમણનો ફેલાવો અટકાવવાની આશાઓ નહિવત થઈ છે. જો કે, ન્યૂ સાઉથ વેલ્સના વડા ગ્લેડી બેરેજિકલીયને જણાવ્યું હતું કે સપ્ટેમ્બરથી, 5 મિલિયન લોકોની વસ્તી ધરાવતા શહેરના કેટલાક ભાગોમાં રસીકરણ કરાયેલા રહેવાસીઓને પ્રતિબંધમાંથી મુક્તિ મળી શકે છે.