ETV Bharat / bharat

સત્યપાલ મલિકનું મોટું નિવેદન : 'મને પણ ઉપરાષ્ટ્રપતિ બનવા માટેના સંકેત મળ્યા હતા' - સત્યપાલ મલિકને ઉપરાષ્ટ્રપતિ પદની મળી હતી ઓફર

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ઉપપ્રમુખ જગદીપ ધનખડ વિશે કહ્યું કે તેઓ લાયક ઉમેદવાર હતા, તેથી તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. આ પોસ્ટ માટે મારી પાસે એવા ઈશારા પણ હતા કે તમે નહિં બોલો તો તમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે, પણ મેં ના પાડી દિધી હતી. Statement by Meghalaya Governor Satya PalMalik, Satyapal Malik was offered post of Vice President

સત્યપાલ મલિકનું મોટું નિવેદન
સત્યપાલ મલિકનું મોટું નિવેદન
author img

By

Published : Sep 11, 2022, 6:38 AM IST

Updated : Sep 11, 2022, 12:31 PM IST

રાજસ્થાન : મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે પોતાના નિવેદન દ્વારા 'રાજકીય બોમ્બ' ફોડ્યો છે. નાગૌર જિલ્લાના લાડનૂં જતા સમયે રાજ્યપાલ મલિકે ઝુનઝુનુના બગડમાં એક હોટલમાં રોકાઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને લઈને નિવેદન આપ્યું હતું(Statement by Meghalaya Governor Satya PalMalik). તેમણે કહ્યું કે તેઓ લાયક ઉમેદવાર હતા, તેથી તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેમને પણ આ પોસ્ટ માટેની જવાબદારી સોંપવા માટે તૈયાર હતા(Satyapal Malik was offered post of Vice President ). પણ તેમને આ પોસ્ટ માટે ના પાડી હતી. તેમને કહ્યું કે તેઓ હંમેશા ખેડૂતો માટે કામ કરવા માંગે છે.

ઉપરાષ્ટ્રપતિ માટેની મળી હતી ઓફર ગવર્નર સત્યપાલ મલિકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હાલની સ્થિતિને જોતા એમએસપીની માંગ પુરી થતી જણાતી નથી. ખેડૂતોએ મોટું આંદોલન કરવું પડશે. તેઓ હંમેશા ખેડૂતોનો અવાજ ઉઠાવશે. રાજ્યપાલનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ હું ખેડૂતો સાથે જોડાઈશ, જ્યાં પણ ખેડૂતો માટે લડાઈ હશે ત્યાં પહોંચીશ.

ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું સ્વાગત આ દરમિયાન, મલિકે દેશમાં EDની કાર્યવાહી વિશે એમ પણ કહ્યું કે, ભાજપના નેતાઓ પર પણ EDના દરોડા પાડવામાં આવે, જેથી લોકોને એક સંદેશ જાય કે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવા પર તેમણે કહ્યું કે, રાજપથનું નામ વધુ સારું હતું. અદાણી વિશે કહ્યું કે, તેમની સંપત્તિ થોડા જ સમયમાં વધી છે, જ્યારે ખેડૂત નીચે જઈ રહ્યો છે. રાજ્યપાલ મલિકના આગમન પર ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પોલીસ જવાનોએ રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

Last Updated : Sep 11, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.