- અફઘાનિસ્તાન સેલ' (Afghanistan Cell) ની સ્થાપના કરી છે
- અરિંદમ બાગચીએ સોમવારે મોડી રાત્રે સેલની રચનાની જાહેરાત કરી
- સંપર્ક માટે ફોન નંબર અને ઇમેઇલ આઈડી પણ પ્રદાન કર્યું છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની પૃષ્ઠભૂમિમાં, વિદેશ મંત્રાલયે ઘરે પાછા ફરવા માંગતા લોકો અને અન્ય સંબંધિત બાબતો સાથે સંકલન કરવા માટે 'અફઘાનિસ્તાન સેલ' (Afghanistan Cell) ની સ્થાપના કરી છે.
આ પણ વાંચો-અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, વડોદરામાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત
દેશમાંથી પરત ફરવા માંગતા હિન્દુઓ અને શીખોને મદદ કરશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોમવારે મોડી રાત્રે સેલની રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકાર યુદ્ધમાં તબાહ થયેલા દેશમાંથી પરત ફરવા માંગતા હિન્દુઓ અને શીખોને મદદ કરશે.
ખાસ અફઘાનિસ્તાન સેલની સ્થાપના કરી
બાગચીએ ટ્વિટ કર્યું કે, વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનથી સ્વદેશ પરત અને અન્ય વિનંતીઓના સંકલન માટે ખાસ અફઘાનિસ્તાન સેલની સ્થાપના કરી છે. તેઓએ સંપર્ક માટે ફોન નંબર +919717785379 અને ઇમેઇલ આઈડી 'MEAHelpdeskIndia@gmail.com' પણ પ્રદાન કર્યું છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ : મીડિયા રિપોર્ટ
અફઘાનિસ્તાન છોડવાની ઇચ્છા રાખનારાને ભારત લાવવાની સુવિધા પ્રદાન કરવામાં આવશે
તાલિબાન લડવૈયાઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના નેતૃત્વ હેઠળની અફઘાન સરકાર પડ્યાના એક દિવસ બાદ વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે અફઘાનિસ્તાનમાં શીખ અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે અને અફઘાનિસ્તાન છોડવાની ઇચ્છા રાખનારાને ભારત લાવવાની સુવિધા પ્રદાન કરવામાં આવશે.