ETV Bharat / bharat

એવુ તો શું બોલ્યા રાહુલ ગાંધી કે, ગુસ્સે ભરાયા માયાવતી - Congress offered Mayawati a coalition

રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા દાવો (Rahul Gandhi statement) કર્યો હતો કે યુપી ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા તેમણે માયાવતીને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની ઓફર કરી હતી. આજે માયાવતીએ આનો વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાનો સહારો લઈને એજન્ડા ચલાવે છે. એક સમયે રાજીવ ગાંધી પણ બસપાને આ જ રીતે બદનામ કરતા હતા, આજે તે જ કામ રાહુલ કરી રહ્યા છે.

જાણો એવુતો શું બોલ્યા રાહુલ ગાંધી, ગુસ્સે ભરાયા માયાવતી

author img

By

Published : Apr 10, 2022, 4:41 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશ ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા માયાવતીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની ઓફર પર પલટવાર કર્યો છે. બસપા સુપ્રિમો માયાવતીએ (Mayavati statement) કહ્યું કે રાહુલ ગાંધી પહેલા રાજીવ ગાંધીએ પણ બસપાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે ત્યારે રાજીવ ગાંધીએ કાંશીરામને સીઆઈએના એજન્ટ કહ્યા હતા, આજે રાહુલ એ જ રસ્તે ચાલી રહ્યા છે. એક દિવસ પહેલા રાહુલે ખુલાસો કર્યો (Rahul Gandhi statement) હતો કે કોંગ્રેસ (Rahul Gandhi On BSP) યુપી ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કરવા માંગતી હતી.

  • #WATCH Mayawatiji didn't fight elections, we sent her the message to form an alliance but she didn't respond. Kanshi Ram Ji raised voice of Dalits in UP, though it affected Congress. This time she didn't fight for Dalit voices because there are CBI, ED & Pegasus: Rahul Gandhi pic.twitter.com/Jf7nvHAec0

    — ANI (@ANI) April 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: CBI, ED, Pegasusના ડરથી માયાવતીએ ચૂંટણી ન લડી, રાહુલ ગાંધીના બસપા પર પ્રહાર

ગઠબંધનની ઓફર: માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ અલગ-અલગ રણનીતિ અપનાવી રહી છે. તેમણે સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે રાહુલે યુપીની ચૂંટણી પહેલા ગઠબંધનની ઓફર કરી હતી અને મેં તેનો જવાબ આપ્યો ન હતો. માયાવતીએ કહ્યું કે આ નિવેદનમાં કોઈ સત્ય નથી.

કોંગ્રેસની હાલત બિલાડી જેવી: માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસની જાતિવાદી ભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે. રાહુલના નિવેદનમાં જાતિવાદી માનસિકતા છે. બસપા પર આરોપ લગાવતા કોંગ્રેસ પોતાના વિખરાયેલા ઘરને સંભાળી શકતી નથી. માયાવતી કહે છે કે, કોંગ્રેસની હાલત બિલાડી જેવી છે. તેના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ તેમને રોકી શકતી નથી અને બસપા પર ગેરવાજબી આક્ષેપો કરવામાં વ્યસ્ત છે. બસપા પ્રત્યે તેમની નફરત સ્પષ્ટ દેખાઈ રહી છે.

બસપાની કાર્યશૈલી પર આંગળી: કોંગ્રેસ બસપા પર ખોટો આરોપ લગાવી રહી છે. હું રાહુલના શબ્દોને વખોડુ છું. તેઓએ કોઈપણ ટિપ્પણી કરતા પહેલા વિચારવું જોઈએ. મારા પર ભાજપને મળવાનો આરોપ ખોટો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બળજબરીથી બસપાની કાર્યશૈલી પર આંગળી ચીંધી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ગઠબંધન: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે તેમની પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરવા અને મુખ્ય પ્રધાનપદનો ચહેરો બનવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે વાત પણ કરી ન હતી. રાહુલે એવો પણ દાવો કર્યો હતો કે માયાવતી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને પેગાસસના દબાણને કારણે દલિતોના અવાજ માટે લડી રહ્યાં નથી અને ભાજપને ખુલ્લો રસ્તો આપ્યો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં: રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી અને કોંગ્રેસ નેતા કે. રાજુનું પુસ્તક 'ધ દલિત ટ્રુથઃ ધ ​​બેટલ્સ ફોર રિયલાઈઝિંગ આંબેડકરના વિઝન'. પુસ્તક વિમોચન વખતે આ ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સતત બીજી વખત જીત મેળવી છે. કોંગ્રેસને માત્ર બે અને બસપાને એક બેઠક મળી હતી.

ચૂંટણીમાં ગઠબંધન: રાહુલે દાવો કર્યો હતો કે આજે સીબીઆઈ, ઈડી અને પેગાસસ દ્વારા રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓને નિયંત્રિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમે માયાવતીને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગઠબંધન કરવા અને મુખ્યપ્રધાન બનવાનો સંદેશો આપ્યો હતો, પરંતુ તેમણે વાત પણ કરી ન હતી.

હું એ અવાજ માટે લડીશ નહીં: માયાવતી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતાએ કહ્યું, 'કાંશીરામે લોહી અને પરસેવો રેડીને દલિતોનો અવાજ જગાડ્યો. એનાથી અમને નુકશાન થયું, એ જુદી વાત છે. આજે માયાવતી કહે છે, હું એ અવાજ માટે લડીશ નહીં.તેનું કારણ CBI, ED અને Pegasus છે. તેણે ભારપૂર્વક કહ્યું, 'જો મેં એક રૂપિયો પણ લીધો હોત તો હું અહીં ભાષણ આપી શક્યો ન હોત.'

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : ચૂંટણી રણનીતિકાર PK ની 500 સભ્યોની ટીમ ગુજરાતમાં ઊતરી આવી, ગુજરાતના રાજકારણ માટે મોટા સમાચાર

ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત: યુપી ચૂંટણીમાં બસપાને 12.88 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને માત્ર 2.33 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના 97 ટકા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.