વારાણસીઃ ધાર્મિક શહેર કાશીમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ(Mauritius Prime Minister Pravind Jugnauth) તેમના પિતા અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરવાના છે. તેમજ શુક્રવારે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત પણ કરી શકે છે. મોરેશિયસના વડાપ્રધાન 23 એપ્રિલે વારાણસી આવવાના હતા, પરંતુ તેમના પ્રોટોકોલમાં ફેરફારને કારણે, હવે તેઓ 23ના બદલે 20 એપ્રિલે સાંજે 4 વાગ્યે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. નાયબ મુખ્યપ્રધાન બ્રિજેશ પાઠક અને વારાણસી જિલ્લાના વહીવટી અધિકારીઓ અહીં તેમનું સ્વાગત કરવા માટે હાજર રહેશે.
આ પણ વાંચો - Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM
તેમના પિતાના અસ્થિઓનું ગંગામા કરશે વિસર્જન - એરપોર્ટ પર સ્વાગત બાદ મોરેશિયસના વડાપ્રધાન સીધા જ હોટેલ તાજ જવા રવાના થશે. જ્યાં રાત્રિના વિશ્રામ બાદ બીજા દિવસે સવારે 8:30 કલાકે પરિવાર સાથે દશાશ્વમેધ ઘાટ જશે. જ્યાં તેમના પિતા અને મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન સ્વ.અનિરુદ્ધ જગન્નાથની અસ્થિઓને ગંગામાં વહાવવામાં આવશે. આ પછી તેઓ પાછા હોટલ પહોંચશે અને સાંજે 5 વાગ્યે શ્રી કાશી વિશ્વનાથ ધામ જશે. જે બાદ ગંગા આરતી પણ જોવા મળશે. મોરેશિયસના પીએમ 22 એપ્રિલે હોટેલ તાજ ખાતે સવારે 9:30 થી 10:00 સુધી રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સવારે 10 થી 10:30 સુધી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે બેઠક કરશે. જે બાદ તેમનો કાફલો સીધો બાબતપુર એરપોર્ટ માટે રવાના થશે અને અહીંથી તેઓ 11.15 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ
3 વર્ષ બાદ વારાણસીની મુલાકાતે - મોરેશિયસના વડાપ્રધાન 3 વર્ષ બાદ વારાણસી આવી રહ્યા છે. 2019માં તેઓ પ્રવાસી ભારતીય સંમેલનમાં હાજરી આપવા વારાણસી આવ્યા હતા. મોરેશિયસના વડાપ્રધાનના કાશી આગમનને લઈને ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. વાતપુર એરપોર્ટથી હોટેલ તાજ સુધી, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર મોરેશિયસ અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભાજપના કાર્યકરો અને શાળાના બાળકો હાથમાં બંને દેશોના ધ્વજ સાથે તેમનું સ્વાગત કરશે.