- 17 નવેમ્બરના રોજ મૌલાના કાલ્બે સાદિકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
- ન્યુમોનિયાથી UTI અને સેપ્ટિક શોકની સમસ્યા હોવાનું નિદાન થયું
- લાંબી બીમારી બાદ મંગળવાર મોડી રાત્રે મૌલાના કાલ્બે સાદિકે અંતિમ શ્વાસ લીધા
લખનઉ: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના કલ્બે સાદિકનું મંગળવારની રાત્રે નિધન થયું હતું. 17 નવેમ્બરના રોજ મૌલાના કાલ્બે સાદિકની તબીયત કથળતા તેમને લખનઉની એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૌલાના ડૉ. કલ્બે સાદિકની તબીયત ઘણા સમયથી ગંભીર હતી
પિઢ શિયા મૌલવી અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ ચેરમેન એવા મૌલાના ડૉ. કલ્બે સાદિકની તબીયત ઘણા સમયથી ગંભીર હતી. હોસ્પિટલમાંથી મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, મૌલાના કેન્સર, ન્યુમોનિયા, મૂત્રાશયના ચેપ વગેરે રોગોથી પીડાઇ રહ્યા છે.
લાંબી બીમારી બાદ મંગળવાર મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા
શ્વાસની તકલીફ અને ન્યુમોનિયાને કારણે તેમને 17 નવેમ્બરના રોજ એરા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. એરા મેડિકલ કોલેજમાં તેમની આરોગ્ય તપાસ દરમિયાન ન્યુમોનિયાથી UTI અને સેપ્ટિક શોકની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને લાંબી બીમારી બાદ મંગળવાર મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે મૌલાના કલ્બે સાદિકના પુત્ર સિબ્તૈન નૂરીએ આપી હતી.
ન્યુમોનિયા અને અન્ય બિમારીઓને કારણે તબીયત કથળી
મૌલાના કલ્બે સાદિકના પુત્ર કલ્બે સિબ્તૈન નૂરીને જણાવ્યું હતું કે, લાંબા સમયથી મૌલાના કોલોરેક્ટલ કેન્સરથી પિડાઇ રહ્યા હતા. જેની સારવાર પહેલા મેદાંતા અને ત્યારબાદ લખનૌની એરા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ન્યુમોનિયા અને અન્ય બિમારીઓને કારણે તબીયત કથળી હતી.