કારગિલ(લદ્દાખ): કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસમાં આવેલી ઐતિહાસિક કદિમ હનફિયા જામા મસ્જિદમાં બુધવારે મોડી સાંજે આગ લાગી હતી. (MASSIVE FIRE IN HANFIYA JAMIA MASJID )ભીષણ આગને કારણે જામા મસ્જિદ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક સૂત્રોએ ન્યૂઝ એજન્સી કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટને જણાવ્યું હતું કે મસ્જિદમાં આગ લાગી હતી અને કોઈ અગ્નિશામક પ્રણાલીના અભાવે મસ્જિદ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
બળીને ખાખ: અહેવાલો અનુસાર, આગ દ્રાસ જામા મસ્જિદમાં લાગી હતી અને ઝડપથી સમગ્ર મસ્જિદમાં ફેલાઈ ગઈ હતી. ઘટના બાદ તરત જ પોલીસ, સ્થાનિક લોકો અને સેના ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે કારગિલ અને અન્ય વિસ્તારોમાંથી ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે આગની ઘટનામાં કાદિમ હનફિયા જામા મસ્જિદ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
રક્ષણ કરવામાં નિષ્ફળ: લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ કારગિલના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ફિરોઝ અહેમદ ખાને આગની ઘટનામાં મસ્જિદને થયેલા નુકસાન પર શોક વ્યક્ત કર્યો અને આરોપ લગાવ્યો કે લદ્દાખનું ફાયર અને ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ આગની ઘટનાઓમાં લોકોની સંપત્તિનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, બજેટ હોવા છતાં ફાયર અને ઈમરજન્સી વિભાગ સબ-ડિવિઝન કક્ષાએ ફાયર સર્વિસ આપી શક્યું નથી. તેમણે કહ્યું, 'હું લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિનંતી કરું છું કે લદ્દાખમાં સબ-ડિવિઝનલ સ્તરે ફાયર બ્રિગેડ યુનિટ સ્થાપિત કરો.