- આતંકવાદીએ સબ ઇન્સપેક્ટરને મારી હતી ગોળી
- સારવાર માટે હૉસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ
- મોડી સાંજે અંતિમ સંસ્કાર કરાયા, હજારો લોકોની ભીડ ઉમટી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં રવિવારના એક પોલીસ સબ ઇન્સપેક્ટરને એક આતંકવાદીએ અત્યંત નજીકથી ગોળી મારી હતી, ત્યારબાદ હૉસ્પિટલમાં તેમનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીએ સબ ઇન્સપેક્ટરને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. ઘાયલ સબ ઇન્સપેક્ટરને સૌરાના એસકેઆઈએમએસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી ન શકાયા.
લોકોની આંખો ભીની થઈ
ઉલ્લેખનીય છે કે કુપવાડા જિલ્લાના રહેવાસી પ્રોબેશનરી સબ ઇન્સપેક્ટર અરશદ અહમદના મોડી સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જાણકારી પ્રમાણે તેમના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ ઉમટી પડી હતી. ચારેય બાજુ માતમનો માહોલ હતો. તો પરિવારની હાલત પણ રડી-રડીને ખરાબ થઈ હતી. અંતિમ સંસ્કારના સમયે તમામ લોકોની આંખો ભીની હતી.
એક યુવાન અને સાહસી અધિકારી ગુમાવ્યો: ડીજીપી
તો આ ઘટના પર ડીજીપીએ કહ્યું કે, અમે સેવાની શરૂઆતમાં જ એક યુવાન સાહસી અધિકારીને ગુમાવી દીધો. તે હજુ પોલીસિંગ સીખી રહ્યો હતો. તેને એક આરોપીને હૉસ્પિટલ લઈ જવાની ડ્યુટી આપવામાં આવી હતી અને ત્યાંથી આવતા સમયે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે, તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે તેમનું મોત થઈ ગયું. અમારા માટે આ મોટું નુકસાન છે અને અમારી સંવેદનાઓ તેના પરિવાર સાથે છે.
શહીદના પરિવાર સાથે અમારી સંવેદનાઓ: ઉપ-રાજ્યપાલ
જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ પણ હત્યાકાંડની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ માનવતા અને શાંતિના દુશ્મનોનું કામ છે. તેનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય, આતંકવાદીઓને સજા આપવામાં આવશે. અમારી સંવેદનાઓ શહીદના પરિવારની સાથે છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સાંસદ ફારુક અબ્દુલ્લા અને તેમના દીકરા ઉમર અબ્દુલ્લા અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી સહિત અન્ય દળોના નેતાઓએ પણ ઘટનાની નિંદા કરી છે.
વધુ વાંચો: જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં ઘુસણખોરી અને સુરક્ષા બળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ
વધુ વાંચો: પૂંછ સેક્ટરમાં આંતકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નાકામ