ETV Bharat / bharat

માર્ક ઝુકરબર્ગે મૌન તોડ્યું, કહ્યું વ્હિસલબ્લોઅરનો દાવો નો કોઈ મતલબ નથી - સોશિયલ નેટવર્કની સમાજ પર નકારાત્મક અસરો

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે સોશિયલ નેટવર્કની નકારાત્મક અસરો અંગે ભૂતપૂર્વ કર્મચારીના તાજેતરના દાવાઓ પર આખરે તેમનું મૌન તોડ્યું છે. તેમનું કહેવું છે કે ભૂતપૂર્વ કર્મચારીના તાજેતરના દાવાઓનો કોઈ અર્થ નથી.

માર્ક ઝુકરબર્ગે મૌન તોડ્યું, કહ્યું વ્હિસલબ્લોઅરનો દાવો નો કોઈ મતલબ નથી

author img

By

Published : Oct 6, 2021, 7:15 PM IST

  • ફેસબુકના સીઈઓ(CEO) માર્ક ઝુકરબર્ગે એક ભૂતપૂર્વ કર્મચારીના દાવા પર મૌન તોડ્યું
  • સામાજિક હિતો કરતાં જાહેરાતને પ્રાથમિકતા
  • ફેસબુકના પ્લેટફોર્મ કિશોરોને નુકસાન પહોંચાડે છેઃ હૉગેન

સાન ફ્રાન્સિસ્કો: ફેસબુકના સીઈઓ(CEO) માર્ક ઝુકરબર્ગે એક ભૂતપૂર્વ કર્મચારીના દાવા પર મૌન તોડ્યું છે કે કંપની સામાજિક હિતો કરતાં જાહેરાતને પ્રાથમિકતા આપે છે. ફેસબુકે કર્મચારીઓને એક નોટમાં તેની કંપનીનો બચાવ કરતા કહ્યું છે કે, સોશિયલ નેટવર્કની સમાજ પર નકારાત્મક અસરો અંગે ભૂતપૂર્વ કર્મચારીના તાજેતરના દાવાઓથી "કોઈ ફરક પડતો નથી".

ફેસબુકના પ્લેટફોર્મને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય

મંગળવારે, ભૂતપૂર્વ ફેસબુક ડેટા વૈજ્ઞાનિક ફ્રાન્સિસ હૉગેને 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ને આપેલા આંતરિક દસ્તાવેજો વિશે જુબાની આપી હતી. કંપનીના સિવિક ઈન્ટિગ્રિટી યુનિટમાંથી નોકરી છોડતા પહેલા, હોગેન જેને સંશોધનજેનના આરોપોને સાબિત કરતા આંતરિક સંશોધન દસ્તાવેજોના હજારો પાનાની નકલ કરી હતી.હોગેને ફેસબુકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય તે અંગેના વિચારો પણ આપ્યા હતા.

ફેસબુકની મૂંઝવણ પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત

હૉગેને આનો સૌથી વધુ શ્રેય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) માર્ક ઝુકરબર્ગને તેમજ કંપનીની 'પ્રોફિટ-ઓવર-સેફ્ટી' સ્ટ્રેટેજીને આપ્યો, પરંતુ તેમણે ફેસબુકની મૂંઝવણ પ્રત્યે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી.

આપણી લોકશાહીને નબળી પાડે છે

હૉગેને કહ્યું કે,"ફેસબુકના પ્લેટફોર્મ કિશોરોને નુકસાન પહોંચાડે છે, વિભાજનને બળ આપે છે, અને આપણી લોકશાહીને નબળી પાડે છે," હોગેને કહ્યું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સુરક્ષિત કેવી રીતે બનાવવું તે કંપનીનું નેતૃત્વ જાણે છે, પરંતુ તેઓ જરૂરી ફેરફારો કરશે નહીં કારણ કે તેઓ તેમનો નફો લોકો પર મૂકે છે.

ઇન્સ્ટાગ્રામ યુવાનો પર નકારાત્મક અસર કરી શકે છે

ધ વર્જ રિપોર્ટ અનુસાર, સુનાવણીનું ધ્યાન ફેસબુકના આંતરિક સંશોધન પર હતું, જે સૂચવે છે કે ઇન્સ્ટાગ્રામ યુવાનો પર નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ હૉગેને કંપનીના બિઝનેસ મોડલ અને ન્યૂઝ ફીડ એલ્ગોરિધમ્સને પણ નિશાન બનાવ્યા.

સામગ્રી સાથે લિંક કરી રહ્યા છે

તેમની મુખ્ય દલીલ એ હતી કે ફેસબુકનો જાહેરાતનો વ્યવસાય વપરાશકર્તાઓને કોઈપણ કિંમતે સેવા પર રાખે છે, પછી ભલે તે જાણતા હોય કે તેઓ જે સામગ્રી સાથે લિંક કરી રહ્યા છે તે હાનિકારક છે.

આરોપો ખૂબ જ અતાર્કિક

ઝુકરબર્ગે કહ્યું, 'દલીલ છે કે અમે જાણી જોઈને નફા માટે સામગ્રીને પ્રોત્સાહન આપીએ છીએ જે લોકોને ગુસ્સે કરે છે, તે ખૂબ જ અતાર્કિક છે. અમે જાહેરાતોમાંથી પૈસા કમાઈએ છીએ, અને જાહેરાતકર્તાઓ સતત અમને કહે છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમની જાહેરાતો હાનિકારક અથવા હેરાન કરનારી સામગ્રીની નજીક હોય. અને હું એવી કોઈ ટેક કંપનીને જાણતો નથી જે એવી પ્રોડક્ટ્સ બનાવે જે લોકોને ગુસ્સે અથવા દુ:ખી કરે છે.

કમિટીએ ઝુકરબર્ગને જુબાની આપવા માટે બોલાવ્યા હતા

નોંધપાત્ર બાબત એ છે કે ઝુકરબર્ગ અત્યાર સુધી હૉગેન અને ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા આંતરિક દસ્તાવેજો પર મૌન રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમિટીએ ઝુકરબર્ગને જુબાની આપવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે તેમના 1,300 શબ્દોના ખંડનમાં ક્યાંય વિનંતીને સંબોધી ન હતી અને ફેસબુકના અગાઉના નિવેદનોની જેમ નામથી હૉગનને નામથી સંબોધન નથી કર્યું.

આ પણ વાંચોઃ ફેસબુકની ડાઉન થયેલી તમામ સર્વિસીઝ ફરી શરૂ, Mark Zuckerbergને 6 કલાકમાં 52,217 કરોડ રૂપિયાનું નુકસાન થયું

આ પણ વાંચોઃ શાહરુખ ખાન વિરુદ્ધ ષડયંત્ર'! ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની ધરપકડ પર મહારાષ્ટ્રના પ્રધાને ઉઠાવ્યા પ્રશ્ન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.