ETV Bharat / bharat

BJP સાંસદને ફ્લાઈટમાં પાયલટના ડ્રેસમાં જોતા હેરાન થયા મારન, અનુભવ કર્યો શેર - BJP MP Rajiv Pratap Rudy Pilot

તમિલનાડુના દ્રમુક (DMK)ના સાંસદ દયાનિધિ મારન (Dayanidhi Maran) દિલ્હીથી ફ્લાઈટમાં ચેન્નઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન એક માસ્ક પહેરેલા પાયલટે તેમણે પૂછ્યું હતું કે, ઓળખ્યા નહીં. તો આ સાંભળતા જ મારન વિચારમાં પડી ગયા હતા. જોકે, ત્યારબાદ ખબર પડી હતી કે તેમની સાથે વાત કરનારો પાયલટ બીજા કોઈ નહીં પણ ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી છે, જે આ ફ્લાઈટના પાયલટ હતા.

BJP સાંસદને ફ્લાઈટમાં પાયલટના ડ્રેસમાં જોતા હેરાન થયા મારન, અનુભવ કર્યો શેર

author img

By

Published : Jul 15, 2021, 12:34 PM IST

  • દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલા દ્રમુક સાંસદ દયાનિધિ મારનને થયો એક અનુભવ
  • સાંસદ દયાનિધિ મારને ટ્વિટર પર પોતાનો સમગ્ર અનુભવ કર્યો શેર
  • 2 કલાક પહેલા બંને સાંસદ એક બેઠકમાં ભેગા થયા હતા

ચેન્નઈઃ દિલ્હીથી ચેન્નઈ જઈ રહેલા દ્રમુક સાંસદ દયાનિધિ મારન (DMK MP Dayanidhi Maran) તે સમયે હેરાન થઈ ગયા. જ્યારે તેમને ખબર પડી કે, વિમાનના પાઈલટ બીજા કોઈ નહીં પણ તેમના સાથી સાંસદ રાજીવ પ્રતાપ રેડ્ડી છે. મારને આ અંગે ટ્વિટર પર અનુભવ શેર કર્યો હતો.

આ પણ વાંચોઃ તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય

હું એ શખ્સને ઓળખી ન શક્યોઃ મારન

તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, હું સંસદિય સમિતિની બેઠક (parliamentary committee meeting)માં સામેલ થયા પછી દિલ્હીથી ચેન્નઈ જવા માટે ઈન્ડિગોના એક વિમાનમાં બેઠો હતો. હું પહેલી લાઈનમાં હતો અને ચાલક દળે જાહેરાત કરી કે, સવાર થવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ત્યારે પાયલટના યુનિફોર્મમાં એક શખ્સે પૂછ્યું હતું કે, તો તમે પણ આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા છો. મારને લખ્યું હતું કે, હું એ શખ્સને ઓળખી ન શક્યો. કારણ કે, તેણે માસ્ક પહેરેલું હતું, પરંતુ અવાજ સાંભળેલો લાગતો હતો.

આ પણ વાંચોઃ આસામમાં પ્રિયંકા ગાંધીએ માથે ટોકરી બાંધી ચાની પત્તી એકત્રિત કરવાનો અનુભવ લીધો

રાજીવ પ્રતાપ રૂડી એક કોમર્શિયલ પાઈલટ છે

મારને વધુમાં લખ્યું હતું કે, મેં મારું માથું હલાવ્યું, પરંતુ ઓળખી ન શક્યો કે કોણ છે. તેમણે મને જોયો અને તેમની આંખો માસ્ક પાછળથી હાસ્યનો આભાસ આપી રહી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, તમે મને નથી ઓળખતા. મને ત્યારે ખબર પડી કે, આ કોઈ બીજા નહીં પરંતુ મારા સાથી વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન રાજીવ પ્રતાપ રેડ્ડી હતા, જે મારા ખૂબ જ સારા મિત્ર છે. મારને જણાવ્યું હતું કે, માત્ર 2 કલાક પહેલા બંને અંદાજ સમિતિની બેઠકમાં ચર્ચા કરતા હતા. અને ત્યારબાદ તેમને સાંસદને કેપ્ટનની ભૂમિકામાં જોતા વિશ્વાસ નહતો થયો. આપને જણાવી દઈએ કે, રાજીવ પ્રતાપ રૂડી બિહારની છપરા બેઠક (Chhapra seat of Bihar) પરથી ભાજપના લોકસભા સાંસદ (BJP Lok Sabha member) છે. તેઓ નાગરિક ઉડ્ડયન પ્રધાન પણ રહી ચૂક્યા છે અને કોમર્શિયલ પાયલટ (commercial pilot) પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.