નવી દિલ્હીઃ વર્ષ 2022નો બીજો મહિનો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. નવા મહિનાની શરૂઆત સાથે, કેટલાક ફેરફારો પણ થાય છે, જેની અસર સામાન્ય માણસના જીવન પર પડે છે, આ વખતે પણ 1 ફેબ્રુઆરીથી બેંકિંગના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની વ્યાપક અસર જોવા મળશે.
આ પણ વાંચો: LPG Gas Cylinder Price: નવા વર્ષના પહેલા દિવસે રાહત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 100નો ધટાડો
SBIના IMPS નિયમોમાં ફેરફાર
દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કોઈપણ (sbi imps rates) ટ્રાન્ઝેક્શનના દરમાં ફેરફાર સામાન્ય લોકોને અસર (sbi imps rates change) કરે છે અને 1 ફેબ્રુઆરીથી બેંકના IMPS દરો બદલાઈ રહ્યા છે. SBI હવે 2 લાખ રૂપિયા સુધીના IMPS પર કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલશે નહીં. એવી જ રીતે, RBIએ IMPSની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કર્યા પછી બેંકે પણ IMPSની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, જો કોઈ ગ્રાહક ઈન્ટરનેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ જેવી ડિજિટલ ચેનલો દ્વારા રૂ. 5 લાખ સુધીની IMPS કરે છે તો તેની પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.
શાખા દ્વારા IMPS મોંઘુ થશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ બેંકમાં જાય છે અને IMPS કરે છે, તો તેના માટે પહેલાથી જારી કરાયેલા ચાર્જિસ જ લાગુ થશે. આ મુજબ, બેંક શાખામાંથી રૂ. 1,000 સુધીના IMPS પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, એવામાં રૂ. 1,000 થી રૂ. 10,000 સુધીના IMPS પર રૂ. 2 + GST, રૂ. 10,000થી રૂ. 1 લાખ સુધીના IMPS પર રૂ. 4 + GST અને રૂ. 1 લાખથી 2 લાખ રૂ. સુધીના IMPS પર પહેલાની જેમ જ 12 + GST ચૂકવવો પડશે. 2 લાખથી 5 લાખ રૂપિયાનો નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે. આ સ્લેબ હેઠળ 20 રૂપિયા + GST ચૂકવવો પડશે.
આ પણ વાંચો: These rules will change from today, ચેકબુક સંબંધિત નિયમોથી લઈને પગાર સુધી અસર થશે
LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર
દેશમાં લાખો લોકો LPG ગેસનો ઉપયોગ કરે છે, આવી સ્થિતિમાં LPGના ભાવમાં થતા ફેરફાર પર સૌની નજર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દર મહિનાની 1લી તારીખે જાહેર કરે છે. હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. ત્યારે આ દર કોલકાતામાં 926 રૂપિયા, મુંબઈમાં 899.50 રૂપિયા અને ચેન્નાઈમાં 915.50 રૂપિયા છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1998.50 રૂપિયા, કોલકાતામાં 2,076 રૂપિયા, મુંબઈમાં 1,948.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2,131 રૂપિયા છે.