ETV Bharat / bharat

Muzaffarpur Road Accident : બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ ઓટો સાથે અથડાઇ, 5ના મોત - etvbharat bihar

મુઝફ્ફરપુરમાં પેસેન્જર બસ અને ઓટો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો.

5 people died in bus auto collision in muzaffarpur

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 6:06 PM IST

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં પાંચ લોકોના કરૂણ મોત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના સાકરા પોલીસ સ્ટેશન વિસ્તારના સુજાવલપુર ચોક પાસે NH 28 પર વાતાવરણ અંધકારમય બની ગયું હતું જ્યારે એક બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે મુસાફરોથી ભરેલી બસ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને એક ઓટો સાથે અથડાઈ હતી. સામે થી..

રોષે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો: આ ઘટનામાં ઓટોમાં સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બેની હાલત નાજુક છે. આ કરૂણ અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ મુઝફ્ફરપુર સમસ્તીપુર મુખ્ય માર્ગ NH 28 બ્લોક કરી દીધો હતો. રોડ બ્લોકને કારણે મુખ્ય માર્ગની બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.

"પાંચ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ ટીમ આગોતરી કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે." -રવિકાંત કુમાર, સબ ઇન્સ્પેક્ટર

લોકોને શાંત કરવા ગયેલી પોલીસ સાથે અથડામણ: ઘટનાની માહિતી મળતાં સાકરા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો અને મામલો શાંત પાડવાનું શરૂ કર્યું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે મામલો શાંત કરવા સ્થળ પર પહોંચેલી પોલીસને ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓની મદદથી પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.

  1. Rajasthan: સ્પીડમાં આવતી ટ્રકે ક્રૂઝરને ટક્કર મારી, 7ના મોત, 10 ઘાયલ
  2. Samruddhi expressway accident : મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર સર્જાયો ગોજારો અકસ્માત, 12 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.